ઉત્તરાખંડમાં ફરીવાર ભૂકંપના ઝટકા આવ્યા છે.
ઉત્તરકાશીમાં મોડી રાત્રે 2.12 કલાકે ભૂકંપના ઝાટકા
આવ્યા હતા. ભૂકંપની તીવ્રતા 2.9 નોંધાઈ હતી. પરંતુ
જોશીમઠની ભૂસ્ખલનની ઘટનાઓ બાદ ભૂકંપથી જમીનને
વધુ નુકસાન પહોંચે તેવી આશંકા છે. બીજી તરફ ભૂકંપ
બાદ લોકોમાં ડર વધ્યો છે.જોશીમઠની ભૂમિ ભૂસ્ખલનના
કારણે પહેલાથીજ ધસી રહી છે.
ભુકંપના ઝાટકા યથાવત. ઉત્તરાખંડમાં જોશીમઠ નજીક આવ્યો ભુકંપ
