રિપોર્ટ. લતીફ સુમરા

જુનાડીસા ખાતે આવેલ ડી.જે. એન મહેતા હાઈસ્કૂલ જુનાડીસામાં શુક્રવારનાં રોજ સિદ્ધપુર ડેન્ટલ કોલેજનાં ઉપક્રમે "દંત આરોગ્ય નિદાન કેમ્પ અને વ્યસનમુક્તિ અભિયાન" નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ માં શાળાનાં મહેમાન બનેલા ડેન્ટલકોલેજનાં ડોક્ટરોએ શાળાનાં વિધાર્થીઓને દાંતોનાં આરોગ્યને લઈને તેમજ વ્યસનથી થતાં નુકસાનો તેમજ વ્યસનમુક્તિ માટે જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી લતીફભાઈ ઘાસુરા દ્વારા કરવામાં આવ્યું હતું. સુપરવાઇઝર શ્રી સંજયભાઈ રાજગોરે બાળકોને અને આવેલ ડોક્ટરોને બિરદાવ્યા હતા.