રાજ્યમાં લઠ્ઠાકાડં સર્જાયા બાદ રાજ્ય સરકાર ભીંસમાં મૂકાઇ છે ઝેરી દારૂ પીવાના કારણે અત્યાર સુધી 60 લોકોના મોત નિપજ્યા હતા અને વિપક્ષ સતત સરકારને ઘેરી રહ્યો છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા ગુજરાતમાં દારૂબંધીએ ભ્રષ્ટ્રાચારોનો અડ્ડો ગણાવ્યો હતો તેમજ ગુજરાતમાં દારૂબંધી કાઢી દેવી જોઇએ તેવી માગ કરી હતી ઉલ્લેખનીય છે

શંકરસિંહ વાઘેલા છેલ્લા કેટલાક સમયથી દારૂબંધી હટાવી લેવાના પક્ષમાં છે ગુજરાતમાં 27 વર્ષથી એક જ પાર્ટીનું શાસન ચાલી રહ્યો છે મારી કોંગ્રેસના લોકો સાથે વાતચીત ચાલી રહી છે આજે બધાને ચર્ચા વિચારણા અને નિર્ણય માટે બોલાવ્યા છે શંકરસિંહ વાઘેલાએ સરકારને નિશાનો સાંધ્તા કહ્યુ કે જવાબદાર તો રાજ્યનો વડો હોય અધિકારીઓ તો વહીવટનો એક ભાગ છે ગુજરાતમાં ભ્રષ્ટ્ચાર ભયંકર ચાલી રહ્યો છે. લોકો કેમિકલવાળી દારૂ પીને મોતને ભેટી રહ્યા છે,