ભાજપ ના દાંતા 10 વિભાનસભા ના ઉમેદવાર લાધુ પારધી તરીકે જાહેર, દાંતા તાલુકા માં સ્થાનિક નેતા મળતા કરીકર્તાઓ માં ખુશી નો માહૌલ ,લાધુ પારધી નું ભવ્ય સ્વાગત
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓનો પડખમ વાગી ચૂક્યા છે .ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતમાં ઉમેદવારોની લીસ્ટ જાહેર કરતા આજે દાતા 10 વિધાનસભા માં આદિવાસી નેતા લાધુ પારઘી ને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જાહેર કર્યા છે. દાતા તાલુકામાં દાતા વિધાનસભા માં સ્થાનિક નેતા લાધુ પારગી ને ટિકિટ મળતા ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ માં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો આજે દાતા ખાતે આદિવાસી નેતા લાધુ પારધી નો દાંતા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તો મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી ફૂલ માલાઓ અને કેસ દ્વારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર લાધુ પારધી નું સ્વાગત કરવા માં આવ્યું હતું.
દાંતા 10 વિભાનસભા ની ટીકીટ લાધુ પારધી ને મળતા લાધુ પારધીએ જણાવ્યું હતું કે આજે દાંતા 10 વિભાનસભા માં મને ઉમેદવાર તરીકે પસન્દગી કરવા બદલ હું ભારતીય જનતા પાર્ટી નો આભારી છું. તો દાંતા માં સ્થાનિક ઉમેદવાર મળતા લોકો માં પણ ખુશી નો માહૌલ છે. દાંતા 10 વિધાનસભા માં છેલ્લા 2 ટર્મ થી કોંગ્રેસ નો વિજય થયો છે તો તેનું કારણ ભારતીય જનતા પાર્ટી માં કોઈ કમી રહી હશે હવી અમે દાંતા વિધાનસભા ક્ષેત્ર મા મેહનત સાથે 50,000 થી વધુ ની લીડ સાથે જીતશું
 
  
  
  
  