સાબરકાંઠા જીલ્લાના હિમતનગર ના કાંકરોલ પાસે મંગળવારે રાત્રે LCB એ ટવેરા કાર માંથી વિદેશી દારૂ સાથે શખ્સ ઝડપાયો.હિમતનગર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે બાતમી આધારે મળેલ બાતમી આધારે LCB ના પીએસઆઈ એસ.જે.ચાવડા સ્ટાફ સાથે હિમતનગરના કાંકરોલ પાસે નાકાબંધી કરી વાહનની તપાસ હાથ ધરી હતી.દરમ્યાન બાતમી વાળી સફેદ ટવેરા કાર બ્લોક કરી તપાસ કરતા વિદેશી દારૂ અને બિયરની પેટી ૧૪ માં ૨૭૬ નંગ કી રૂ ૬૨૮૨૦ મળી આવ્યો હતો.પોલીસે ટવેરા કાર ૩ લાખ અને મોબાઈલ એક રૂ ૫ હજાર,મળી ૩ લાખ ૬૭ હજાર ૮૨૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.અને એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગાંધીનગર ગવર્નમેન્ટક્વાર્ટસ ૩.૭૦ માં જ ટાઈપમાં રહેતા અને મૂળ રહેવાસી વિજયનગરના લીમડા ગામના ચાલક નરેશકુમાર દશરથભાઈ ડામોર સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.