રિપોર્ટર-જુનેદ ઇશાકભાઇ પટેલ

ફતેપુરા-દાહોદ

શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટી ગોધરા, દ્વારા આંતર કોલેજ રમતોત્સવ, મહારાણી પ્રેમકુમારી કોલેજ દેવગઢ બારીયા ખાતે પાવર લિફટિંગ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં આર્ટ્સ કોલેજ ફતેપુરાના ખેલાડી શાહજેબ જેનુલભાઈ સાઠીયા એ 67 કિલોગ્રામ વજન કેટેગરીમાં 270 કિલો વજન ઊંચકી ને ત્રીજા નંબરે વિજેતા થયેલ છે. અને બીજા ખેલાડી અમાન હમીદભાઇ ભાભોર એ 83 કિલોગ્રામ વજન કેટેગરીમાં 255 કિલો વજન ઊંચકીને બીજા નંબરે વિજેતા થયેલ છે અને આ ખેલાડીઓએ ડોક્ટર યોગેન્દ્રસિંહ ચૌહાણ ના માર્ગદર્શનમાં સિદ્ધિ હાસિલ કરેલ છે. અને આ ખેલાડીઓને ફતેપુરા આર્ટસ કોલેજ ના આચાર્યશ્રી અને સમગ્ર કોલેજ સ્ટાફે અભિનંદન પાઠવ્યા હતા. અને આ વિદ્યાર્થીઓએ ફતેપુરા કોલેજ સહિત સમગ્ર ફતેપુરા તાલુકા નું નામ રોશન કરેલ છે.