હાલોલ તાલુકા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ટપાલ સેવા સહિતની વિવિધ ભારતીય ડાક વિભાગ (પોસ્ટ) ને લગતી સેવાઓ પૂરી પાડતી 16 જેટલી ગ્રામ્ય વિસ્તારની ડાક વિભાગની કચેરી એટલે કે પોસ્ટ ઓફિસના કર્મચારીઓ આજે હાલોલ નગરના વડોદરા રોડ પર આવેલી તાલુકાની મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે એકત્રિત થયા હતા અને પોતાની પડતર માંગણીઓના અનુસંધાનમાં હાલોલ પોસ્ટ વિભાગની મુખ્ય કચેરી ખાતે સબ પોસ્ટ માસ્ટરને એક લેખિત પત્ર પાઠવી પાત્રમાં પોતાની પડતર માંગણીઓને સરકાર વહેલી તકે પૂરી કરી ગ્રામ્ય વિસ્તારના તમામ પોસ્ટ કર્મચારીઓ સાથે પડતર માગણીઓને લઈને થતો અન્યાય દૂર કરી માંગણીઓ પૂરી કરવા માટેનું સરકારશ્રીને રજૂઆત કરવા માટે ચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા હતા જેમાં તાલુકાની 16 જેટલી ગ્રામ્ય વિસ્તારની પોસ્ટ કચેરીના કર્મચારીઓ આજે હડતાળ પર ઉતરી જતા આ વિસ્તારની ગ્રામીણ પ્રજાના પોસ્ટને લગતા મોટાભાગના કામો અંટવાયા હતા જ્યારે હાલોલ પોસ્ટ ઓફિસની મુખ્ય બ્રાન્ચ ખાતે હડતાળ પર ઉતરેલા કર્મચારીઓએ ભારે સૂત્રોચ્ચાર કરી પોતાની પડતર માગણીઓને વહેલામાં વહેલી તકે પૂરી કરવા માટેની સરકાર સમક્ષ ઉગ્ર માગણી કરી હતી.