સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમા વિશ્વ વિખ્યાત તરણેતરના મેળા આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે તરણેતરના મેળામાં આવતી કાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. 17માં ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન પણ તરણેતરના મેળામાં કરવામાં આવી રહ્યું છે. અહીંના ભાતીગળ મેળાના રસીકજનો માટે મેળાની સાથે સાથે 2004થી તેમાં ગ્રામીણ ઓલિમ્પિક ઉમેરાતા તે પણ આકર્ષણનું કેન્દ્ર બને છે. ખાસ કરીને આ ઓલિમ્પિકમાં નાળીયેર ફેંક, રસ્સા ખેંચ, માટલા દોડ, દોરડા કુદ અને લંગડી જેવી પરંપરાગત રમતોની સ્પર્ધા યોજવામાં આવશે.ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન કરાવી શકો છોસરકારે મેળામાં દેશી રમતોનો સમાવેશ કરી ગ્રામ્ય વિસ્તારના ખેલાડીઓની પ્રતિભા બહાર લાવવાનો ઉમદા પ્રયાસ કર્યો છે. આ રમતોમાં ભાગ લેવા માટો ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન કરાવી શકાય છે.
રમતવીરોને પ્રોત્સાહિત કરવા રુપિયા બે લાખથી વધુના ઈનામો પણ આપવામાં આવે છે. ગ્રામીણ ઓલિમ્પિક થકી રાજ્યના અંતરિયાળ વિસ્તારોના પ્રતિભાવ ખેલાડીઓના પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવાની તક સાંપડે છે. ગ્રામીણ ઓલિમ્પિકમાં દેશી રમતો આજના મોબાઈલ અને ઈન્ડોર ગેમની સરખામણીએ આકર્ષણનું કેન્દ્ર અને એક આશારુપ બાળપણનો મેસેજ પણ છે. કેમ કે, બાળકો આજકાલ ઘરમાં રહીને ઈન્ડોર ગેમ રમવાનું જ વધુ પસંદ કરી રહ્યા છે.