યુક્રેન સતત કેટલાય સમયથી યુદ્ધ સામે ઝઝૂમી રહ્યું છે.જે યુદ્ધમાં હજારો લોકો મોતને ભેટ્યા છે.ત્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ જાણીતા મેગેઝીન વોગ માટે ફોટોશૂટ કરાવતા હાલ સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ રહ્યા છે. ઝેલેન્સ્કીએ લીધેલા એક સ્ટેપને કારણે ફક્ત યુક્રેનમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં ટીકા કરવામાં આવી રહી છે.યુદ્ધ દરમિયાન દર્દનાક તસવીરો સામે આવી રહી છે ત્યારે રાષ્ટ્રપતિએ ફોટોશૂટ કરતા ટ્રોલ થવાનો વારો આવ્યો છે.આ ફોટોશૂટમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી તેમજ પ્રથમ મહિલા ઓલેના ઝેલેન્સ્કા જોવા મળી રહ્યા છે.આ ફોટો વોગ મેગેઝીનના ઓનલાઇન એડિશન માટે ક્લિક કરવામાં આવ્યો છે.