સૌભાગ્યવતી સ્ત્રીઓ માતા પાર્વતી જેવું અખંડ સૌભાગ્ય મેળવવા માટે અને કુમારિકાઓ શિવ જેવા પતિની પ્રાપ્ત માટે આજે મંગળવારે કેવડા ત્રીજની ધાર્મિક આસ્થા અને પરંપરા સાથે ઉજવણી કરી હતી. કેવડા ત્રીજના પર્વને લઈ સમગ્ર ઝાલાવાડ માં આવેલા શિવાલયોમાં બહેનોની મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી.આ સાથે શ્રાવણ માસ બાદ શિવ મંદિરોમાં કેવડા ત્રીજે હર.. હર.. મહાદેવનો નાદ ગુંજીતો સાંભળવા મળ્યાહતા.વઢવાણ, સુરેન્દ્રનગર માં તા.૩૦-૮ને મંગળવારે ભાદરવા સુદ ત્રીજના દિવસે કેવડા ત્રીજની ધાર્મિક પરંપરા મુજબ ઉજવણી કરેલ.કેવડા ત્રીજ સાથે જોડાયેલી ઐતિહાસિક અને ધાર્મિક પરંપરા અનુસાર માતા પાર્વતીજીએ દેવાધિદેવ મહાદેવજીને પામવા માટે કઠોર તપશ્યા કર્યા બાદ ભાદરવા સુદ-૩ના દિવસે તેમણે શિવલીંગ ઉપર કેવડાના પુષ્પનો અભિષેક કર્યો હતો. જેનાથી ભગવાન શિવે પ્રસન્ન થઈ માતા પાર્વતીજીને તેમના જીવન સંગીની બનાવ્યા હોવાનું ધર્મગ્રંથોમાં આલેખાયેલું છે. જેથી કેવડા ત્રીજના પૂજનની સનાતન સંસ્કૃતિમાં અલગ જ મહાત્મય દર્શાવાયું છે. આજે કેવડા ત્રીજનું પર્વ હોય, સૌભાગ્યવતી સ્ત્રીઓ અને કુમારિકાઓ દ્વારા કેવડા ત્રીજનું વ્રત કરી ભગવાન શિવજીની પૂજા-અર્ચના અને કેવડાનું પુષ્પ ચડાવી મહાદેવજીના આશીર્વાદ મેળવેલ. કેવડા ત્રીજનું વ્રત કરનાર સૌભાગ્યવતી સ્ત્રીઓ અખંડ સૌભાગ્યની મંગલકામના, ઘર-પરિવારની સુખ-સમુધ્ધિ અને શાંતિની પ્રાર્થના કરી હતી . જ્યારે કુમારિકાઓ દ્વારા પાર્વતી માતાને મહાદેવજી મળ્યાં તેવા પતિ પ્રાપ્ત થાય માટે દેવાધિદેવ મહાદેવનું પૂજન કરી આખોદિવસ નકોરડા ઉપવાસ કરશે. વધુમાં વર્ષમાં એક જ વખત કેવડા ત્રીજના દિવસે ભોળાનાથને કેવડો ચડતો હોવાની પણ ધાર્મિક માન્યતા જોડાયેલી છે.બજારોમાં કેવડા પુષ્પનું વેચાણ થયું હતું તે ઉપરની તસવીરમાં નજરે પડે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बीड जिल्ह्यातील जल जीवन मिशन योजनेअंतर्गत कोट्यावधी रुपयाचा गेर व्यवहार 20 फुट बॅनर धरून आम आदमी पार्टीने निदर्शने केली
जल जीवन मधील गैरव्यवहार प्रकरणातील सर्व आरोपींना अटक करून चौकशी करा अन्यथा आम आदमी पार्टी...
फिल्मी स्टाईलने गावकऱ्यांनी अजगराला काढलं बाहेर, कस बघा...
रामटेक: सध्या रामटेक येथे एक 13 फूटांचा अजगर सापडला आहे. नागपूर जिल्ह्यातील रामटेक तालुक्यातील...
જિલ્લાના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત રાજ્ય કક્ષાની યોગ સ્પર્ધા નું આયોજન કરાયું
જિલ્લાના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત રાજ્ય કક્ષાની યોગ સ્પર્ધા નું આયોજન કરાયું
Rahul Gandhi Birthday: कांग्रेस नेता राहुल गांधी का 54वां जन्मदिन, समर्थकों ने लगाए पोस्टर | Aaj Tak
Rahul Gandhi Birthday: कांग्रेस नेता राहुल गांधी का 54वां जन्मदिन, समर्थकों ने लगाए पोस्टर | Aaj Tak