પાવીજેતપુરમાં મેઘાની સવારી આવી પહોંચતા કિસાનો આનંદો
પાવીજેતપુરમાં મેઘાએ પધરામણી કરી દેતા કિસાનોમાં આનંદની લહેર પ્રસરી જવા પામી છે.
છેલ્લા કેટલાક દિવસથી બાફ યુક્ત વાતાવરણથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા હતા ત્યારે આજે વાતાવરણમાં સવારથી જ પલટો આવી ગયો હતો. વાદળછાયુ વાતાવરણ હોવાના કારણે બપોરના એક વાગ્યાની આસપાસ ઝરમર ઝરમર વરસાદની સવારી આવી પહોંચી હતી જ્યારે બપોરેના બે વાગ્યા પછી મેઘાની ધમાકેદાર એન્ટ્રી થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. ધરતીપુત્રોએ પોતાના ખેતરો ખેડી ખાતર બિયારણ નાખી વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. છેલ્લા કેટલાક દિવસથી વરસાદ પણ હાથ તાળી આપી જતો રહેતો હતો પરંતુ આજ રોજ મન મૂકીને મેઘો વરસતા કિસાનોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. બપોરના ચાર વાગ્યા સુધી એક ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે તેમજ આ લખાય છે ત્યારે પણ વરસાદની ગતિ એવીરત ચાલી રહી છે જેને લઇ કેટલાક ઠેકાને પાવીજેતપુર નગરમાં પાણી પાણી થઈ જવા પામ્યા છે. સવારે ૪ એમએમ જેટલો વરસાદ થયો હતો જ્યારે બપોરે બે વાગ્યા પછી ચાર વાગ્યા સુધી ૨૨ એમએમ જેટલો વરસાદ થતાં કુલ ૩૬ એમએમ જેટલો વરસાદ બપોરે ચાર વાગ્યા સુધી નોંધાયો હતો. આમ એક ઇંચ જેટલો વરસાદ ખાબકતા કિસાનોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે તેમજ વાતાવરણમાં પણ થોડીક ઠંડક જોવાઈ રહે છે.
આમ, પાવીજેતપુર નગર માં તેમજ તાલુકામાં બપોરના ચાર વાગ્યા સુધી એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેના થી કિસાનોમાં આણંદની લાગણી જોવા મળી રહી છે.