રસીકરણ માટે જાગૃતિ જરૂરી:ઓગસ્ટમાં 138 કેસ છતાં બુસ્ટર ડોઝ લેવામાં 77% બાકી ભાવનગર3 કલાક પહેલા 12થી 14 વર્ષના બાળકોમાં 36 ટકાને બીજો ડોઝ લેવાનો બાકી ભાવનગર શહેરમાં કોરોનાના પ્રથમ ડોઝ લેનારાની સંખ્યા 5,60,904 સામે પ્રિકોશન ડોઝ માત્ર 1,27,940એ જ લીધો ભાવનગર શહેરમાં આ ઓગસ્ટ માસમાં 28 દિવસમાં કુલ 138 કેસ કોરોના પોઝિટિવના મળ્યા અને ચાર દર્દીના તો કોરો નાથી મોત થયા હોવા છતાં કોરો નાનો તૃતિય ડોઝ એટલે કે બુસ્ટર (પ્રિકોશન) ડોઝ માત્ર 22.81 ટકાએ જ લીધો છે. 77.19 ટકા જેટલા લોકો બુસ્ટર ડોઝ લેવામાં બાકી છે. હાલ કોરોનાના કેસ નોંધપાત્ર પ્રમાણમાં મળે છે
પણ રસીકરણમાં નિરસતા જોવા મળે છે. વળી સાથે કેટલાક કેન્દ્રો ખાતે રસી ન હોવાના પ્રશ્નો પણ હોય છે. ભાવનગર શહેરમાં કોરોના રસીકરણનો પ્રથમ ડોઝ કુલ 5,60,904 લોકોએ લીધો છે. તેની સામે કોરો નાનો બુસ્ટર ડોઝ માત્ર 1,27,940 લોકોએ જ લીધો છે.
ગત માસથી તો 18 વર્ષથી વધુ વયનાને વિનામૂલ્યે બુસ્ટર ડોઝ આપવાનો આરંભ થઇ ગયો છે. પણ રસીકરણમાં સંખ્યા નોંધપાત્ર પ્રમાણમાં વધતી નથી.ભાવનગર શહેરમાં કોરો નાનો પ્રિકોશન ડોઝ લીધો હોય તેની સંખ્યા જોઇએ તો 45થી 59 વર્ષમાં 23,992 લોકો, 60થી વધુ વર્ષના 29,965 લોકો તેમજ થોડા દિવસો પૂર્વે શરૂ થયેલા 18થી 44 વર્ષના વયજૂથના લોકોમાં શહેરમાં 35,677 યુવાનોએ ત્રીજો ડોઝ એટલે પ્રિકોશન ડોઝ લીધો છે. હવે આ સામે શહેરમાં કોરોના રસીનો પ્રથમ ડોઝ 5,60,904 લોકોએ લીધો છે. તેની સામે 1,27,940 લોકોએ પ્રિકોશન ડોઝ લેતા પ્રથમ ડોઝની તુલનામાં હજી 77 ટકા લોકો બુસ્ટર ડોઝ લેવામાં બાકી છે. એક અન્ય હકીકત એ છે કે 12થી 14 વર્ષમાં શહેરમાં કુલ લક્ષ્યાંક 23,122 બાળકોનો છે અને તેની સામે કોરોના રસીકરણનો બીજો ડોઝ 14,738 બાળકોએ જ લીધો હોય તેમાં ટકાવારી 63.74 ટકા બાળકોએ રસીનો બીજો ડોઝ લીધો છે અને 36.26 ટકા બાળકોને હજી રસીકરણ બાકી છે.
ત્યારે હવે કોરોનાના જે નવા કેસ મળે છે તેમાં 12થી 14 વર્ષના બાળકો પણહોય છે અને શાળાઓ નિયમિત શરૂ છે ત્યારે તેમાં ગતિ વધે તે માટે આરોગ્ય તંત્ર અને શાળાઓએ સહિયારો પ્રયાસ કરવો આવશ્યક છે. 12થી 14 વર્ષમાં 20,889 બાળકોએ પ્રથમ ડોઝ લઇ લીધો છે. કોરોનાને અટકાવવા માટે રસીકરણ શ્રેષ્ઠ શસ્ત્ર પુરવાર થઈ રહ્યું છે આથી તેમાં જાગૃતિ જરૂરી છે.