ગુજરાતના ૧૬૦૦ કિમી દરિયા કિનારાથી દરિયા માં માછીમારી કરતા દર વર્ષે ૧૦૦ થી વધારે માછીમારો અકસ્માત, બીમારી, જેવા કારણોથી દરિયામાં મુત્યુ પામતા હોય છે. તેઓને તાત્કાલિક ધોરણે સારવાર મરી રહે તે માટે મેડિકલ સ્પીડ બોટ ૧૦૮ એમ્બ્યુલન્સ ચાલુ કરવાની માગણી અનેક વખત સાગરખેડૂ તેમજ અનેક સંસ્થાઓ દ્વારા વર્ષ ૨૦૧૪ - ૨૦૧૫ ના વર્ષ મા કરી હતી દરિયાનો દાયરો કાનુની સહાય કેન્દ્ર - રાજુલા અરવિંદભાઈ ખુમાણ , તેમજ દરિયાનો દાયરો કાનુની સહાય કેન્દ્ર - ઉના માનસિંહભાઈ કાતિરા, તથા જયનીલભાઈ કુહાડા અન્ય દરિયાકાંઠે રહેતા આગેવાનો એ સરકારમાં લેખિત રજૂઆતો કરી હોવા છતાં સરકાર આ મહત્વ ની સુવિધા સ્પીડ બોટ ૧૦૮ એમ્બ્યુલન્સ ઉપલબ્ધ કરવામાં આવતી નથી દરિયાનો દાયરો સેવા કેન્દ્ર રાજુલા દ્વારા નામ. ગુજરાત હાઇકોર્ટે સમક્ષ રીટપીટીશન અરજદાર જંડુભાઈ મેણશીભાઈ બાળધિયા રહે.શિયાળબેટ તા.જાફરાબાદવાળાએ ભારતીય બંધારણમાં આપેલી આર્ટિકલ ૩૨, મુજબ જાહેર હિતની અરજી ગુજરાત સરકાર સમક્ષ કરેલ જેમાં તા. ૧૮/૦૮/૨૦૧૭ તથા તા/૦૪/૦૪/૨૦૧૮ તથા તા/૦૭/૦૫/૨૦૧૮ તથા તા/૧૦/૦૫/૨૦૧૮ ના રોજ મહે ગુજરાત હાઇકોર્ટે કરેલ હુકમ નો ટુંકો સાર નીચે મુજબ છે. (૧) ગુજરાત ના દરિયાકાંઠે ના બંદરો માં કુલ - ૭ મેડિકલ સ્પીડ બોટ એમ્બ્યુલન્સ ચાલુ થશે જેમાંથી બે મેડિકલ એમ્બ્યુલન્સ બોટ ચાલું થઈ ગઈ છે. ( ગુજરાતના અન્ય બંદરો માટે ૫, બોટ ચાલું કરવાની બાકી (૨) દરિયાકાંઠાના બંદરોમાં ચાલુ ૧૦૮ એમ્બ્યુલન્સ સ્પીડ બોટ ૧૦ ચાલું કરવાનો હુકમ ગુજરાત હાઇકોર્ટે કરેલ હોય પણ હજીયે આ સુવિધા ચાલુ થઈ ન હોય ઘણા એવા માછીમાર સંગઠનોએ લેખિત અરજી ઓ કરી મહે. ગુજરાત હાઇકોર્ટે પી. આઈ. એલ. નં ૮૯/૨૦૧૭ ના હુકમ મુજબ માંગરોળ, વેરાવળ, જાફરાબાદ, સરતાનપર , સૈયદ રાજપરા, જેવા બંદરોમાં બાકી દરિયાઇ મેડિકલ એમ્બ્યુલન્સ સ્પીડ બોટ ૧૦૮ ચાલું કરવા માટે સરકાર ને ગુજરાત હાઇકોર્ટે નો હુકમ કરેલ હોય પણ સરકાર આ મહત્વ ની સુવિધા વ્હેલી તકે ચાલુ કરેતો વધારે સારું ગુજરાત ના ૧૬૦૦, કી.મી. ના દરિયા કિનારે મત્સ્યોદ્યોગ ને ધબકતો રાખનાર સાગરખેડૂ ઉપર સરકાર દ્વારા ઓરમાયું વર્તન કરવામાં આવતું હોય તેવું માછીમારોને લાગી રહ્યું છે. સાગરખેડૂ ઓ સરકાર ને કરોડો રૂપિયાનું વિદેશી હુટિયા મણ દરિયા ના પેટાળમાંથી જીવનાં જોખમે માછીમારો માછીમારી કરતા હોય છે. આ ઉધોગને સરકાર દ્વારા સુવિધાઓ ૧૦૮ સ્પીડ બોટ એમ્બ્યુલન્સ દરિયાકાંઠાના બંદરોમાં પુરી પાડવામાં આવે તેવી સાગરખેડૂ માંથી માંગ તેમજ દરિયા નો દાયરો કાનુની સહાય કેન્દ્ર તથા ઉના તેમજ સાગરખેડૂ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ અન્ય સંસ્થાઓ દ્વારા આગામી દિવસોમાં ૧૦૮ દરિયાઇ એમ્બ્યુલન્સ માટે જવાબદાર અધિકારીઓ સમક્ષ લેખિત રજૂઆતો કરવામાં આવી છે.