અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વધી રહ્યો છે ત્યારે દૂષિત પાણી પીવાના કારણે રોગચાળો પણ વધી રહ્યો છે. ત્યારે દૂષિત પાણીની તપાસ મામલે એએમસીએ 10866 પાણીના સેમ્પલ લીધા હતા. આ સેમ્પલમાંથી કેટલાક સેમ્પલ ફેલ થઈ ગયા હતા. અમદાવાદમાં પાણીજન્ય રોગચાળાના કારણે ઝાડા, ઉલટી, કમળો સહીતના કેસોમાં વધારો થઈ રહ્યો છે.

Sponsored

देव क्लासेज व मून रेस्टॉरेंट - बूंदी

देव क्लासेज व मून रेस्टॉरेंट की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

કોર્પેોરેશન દ્વારા લેવામાં આવેલા 10 હજારથી વધુ સેમ્પલની અંદર 288 સેમ્પલ ફેલ થઈ ગયા છે. ખાસ કરીને પૂર્વ ઝોન અને મધ્યઝોનમાં આ સેમ્પલ ફેલ થયા છે એટલે કે પાણીના અનફિટ સેમ્પલ જાહેર થયા છે. તેમાં પણ વટવા, દાણી લિમડા, તેમજ કોટ વિસ્તારમાંથી દૂષિત પાણીથી પાણીજન્ય રોગચાળો વધ્યો છે. મોટાપાયે પાણી દૂષિત પીવાના કારણે રોગચાળો વધી રહ્યો છે. અમદાવાદ શહેરમાં પાણી જન્ય રોગચાળો ચોમાસાની સિઝનમાં જૂનથી ઓગષ્ટ સુધીમાં વધતો જોવા મળ્યો છે. તેમાં પણ હોસ્પિટલોની અંદર ઝાડા, ઉલટી, પેટને લગતા રોગો વધુ જોવા મળ્યા છે.

અગાઉ પણ જમાલપુર, કુબેરનગર, શાહિબાગ, અસારવા, બાપુનગર, દાણીલિમડા, લાંભા, બહેરામપુરા સહીતના વિસ્તારમાં પણ પાણીજન્ય રોગચાળાના કેસો જોવા મળ્યા હતા.