રાજ્ય સરકાર કુદરતી આપદા સમયે માનવ મૃત્યુ થાય તો પરિવારને સહાય આપે છે. દાહોદનાં સિંગવડ તાલુકાના અનોપપુરા ગામના વતની પારગી લખાભાઇનું ઘર આ ચોમાસામાં ભારે વરસાદને કારણે પડી ગયું હતું. જેમાં તેમની પત્ની વાલમબેન મૃત્યુ પામ્યા હતા. ગત તા. ૯ ઓગસ્ટના રોજ બનેલી આ ઘટનામાં સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે તુરત જ અહીંના તાલુકા વિકાસ અધિકારીશ્રીને સહાય માટે કાર્યવાહી કરવા જણાવ્યું હતું અને સિંગવડ તાલુકા પંચાયતે તાત્કાલિક જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી શ્રી લખાભાઇ પારગીને રૂ. ૪ લાખની સહાય આપી હતી. સાંસદ શ્રી જસંવતસિંહ ભાભોરે ગત તા. ૨૬ ઓગસ્ટના રોજ લખાભાઇના પરિવારને મળ્યા હતા અને સાત્વંના પાઠવી હતી. તેમજ સહાયનો ચેક આપ્યો હતો.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं