ગોધરા ખાતે એક દિવસીય" વીરાંગના" સેલ્ફ ડિફેન્સ નો કાર્યક્રમ યોજાયો

ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અને પંચમહાલ શિક્ષણ પ્રચારક મંડળ સંચાલિત લો કોલેજ ગોધરા ખાતે એક દિવસીય" વીરાંગના" સેલ્ફ ડિફેન્સ નો કાર્યક્રમ યોજાયો જેમાં કાર્યક્રમ નાં મુખ્ય મહેમાન તરીકે પંચમહાલ જિલ્લા નાં Dysp શ્રીC.S.khatana સાહેબ અને લો કોલેજ ગોધરા નાં પ્રિન્સિપાલ ડૉ અપૂર્વ પાઠક સર તથા NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ સતીષ નાગર તથા વીરાંગના કાર્યક્રમ નાં કોડીનેટેર ડૉ .કૃપાબેન જયસ્વાલ તથા કરાટે માં બ્લેક બેલ્ટ નિપુણ શ્રી મયુરભાઈ સુર્યવંશી તેમજ નિવૃત્ત જિલ્લા ન્યાયાધીશ શ્રી એન. જે. પુરાણી સાહેબ, ડૉ.અર્ચના યાદવ, એડવોકેટ શ્રી યોગેન્દ્રસિંહ સોલંકી હાજર રહ્યા હતા. કાર્યક્રમ ની શરૂઆત દીપ પ્રાગટ્ય થી કરવામાં આવ્યું હતું. સ્વાગત પ્રવચન ડૉ અપૂર્વ પાઠક સાહેબ એ કર્યું હતું તથા પ્રસંગો ઉદબોધન મુખ્ય મહેમાન Dysp સી.એ. ખટાણl સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન Dysp સી.એસ. ખટાણાસાહેબે જણાવ્યું હતુ કે સાંપ્રત સમયમાં નારી શક્તિ ને અપડેટ થવાની જરૂર છે જેમાં સ્ત્રી અબળા નહી પરંતુ સબળા બની પોતાની સાવચેતી સ્વયં કરી શકે. આ પરીપેક્ષમાં આજના વર્કશોપમાં શ્રી મયુરભાઈ સુર્યવંશી (કરાટે બ્લેક બેલ્ટ) દ્વારા ઉપસ્થિત વિદ્યાર્થીનીઓને :

•Girls self defence

•Knife defence

•Head breking

•knowledge of weak points in body

•briks breking

જેવી મુખ્ય તકનીકો શીખવાડવા માં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન CWDC તથા NSS યુનિટ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં સ્વયં સેવકો અને તાલીમાર્થી જોડાયા હતા. આ કાર્યક્રમ માત્ર કાર્યકમ નહિ પરંતુ ભવિષ્યમાં વિદ્યાર્થીઓ ને આત્મ રક્ષણ માટે તૈયાર કરવાનો હતો. તદઉપરાંત સ્પોર્ટ્સ ક્ષેત્રે પણ કારકિર્દી બનાવવા માટે આજની તાલીમ ખૂબ જ મદદરૂપ બને એવી જહેમત ઉઠાવવા માં આવી હતી. કાર્યક્રમના અંતમાં આભાર વિધિ ડૉ અમિત મહેતા સાહેબ દ્વારા કરવામાં આવી હતી અને સમગ્ર કાર્યક્રમ નું સંચાલન લો કોલેજ ગોધરા નાં વિદ્યાર્થી ઉમેશ વણઝારા અને કુ અલીફ શેખ દ્વારા કરવામાં આવ્યું હતું.