ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ મુકેશ લંગાળીયાના વિવાદિત વિધાનથી હજુ રાજપૂત સમાજનો રોષ સમ્યો નથી ત્યાં જિલ્લા ભાજપ મહિલા મોરચાના પૂર્વ પ્રમુખે ગીતાબેન કોતરે મુકેશભાઈ લંગાળીયાના ત્રાસથી કંટાળી આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા ભારે ખળભળાટ મચી ગયો છે. જેની વચ્ચે આજે વધુ ગીતાબેન કોતરનો વધુ એક ઓડીઓ વાઇરલ થયો છે અને જેના કારણે જિલ્લાનું રાજકારણ ભારેખમ ગરમાયુ છે મુકેશભાઈ લંગાલિયાના વાયરલ થયેલા ચરિત્ર સંબંધી પત્રને લઈ મુકેશભાઈ લંગાળિયાએ આપેલા માનસિક ત્રાસને કારણે ગીતાબેને હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું હતું. આ મામલે તેઓએ ઉચ્ચ સ્તરે રજૂઆત કરવા છતાં પણ પરિણામ આવ્યું ન હતું, પરંતુ
કારડીયા રાજપૂત સમાજે મુકેશ લંગાળિયા સામે મોરચો ખોલ્યા પછી ગીતાબેન કોતર પણ મેદાનમાં ઉતાર્યા છે. સોશિયલ મીડિયા મારફતે લડાઈનું રણશિંગુ ફૂંકી દીધું છે અને વધુ ઓડીઓ વાઇરલ થયો છે જેમાં તેમણે સમાજ પાસે ન્યાયની ગુહાર લગાવી છે આવતીકાલે સોમવારના રોજ ગીતાબેન કોતરની યોજાનારી પ્રેસ કોન્ફરન્સ પર સૌની નજર રહેલી છે