કાલોલ તાલુકાના પીંગળી ગામે ekyc ની કામગીરી રાત્રી દરમિયાન પણ ચાલુ રાખી
વહીવટી તંત્ર ની સૂચના અનુસાર દરેક ગામડાં ના પરિવારો નું રેશનકાર્ડ માં ekyc કરવાનુ હોય છે.જેથીઅંત્યોદય કાર્ડ NFSA,BPL, APL 1 કાર્ડ ધારકો ને દર મહિને મળતું અનાજ સરકારી લાભો બંધ થઈ ના જાય તે હેતુ થી પુરવઠા અધિકારીએ ભગીરથ કાર્ય પાર પડેલ છે ત્યારે કાલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર પીંગળી ગામે ગ્રામપંચાયત માં VEC સક્રિય બની રાત્રી ના 11 વાગ્યા સુધી સેવારત બની ગામનાં દરેક નાગરિક ને પૂરો જથ્થો મળી રહે અને અન્ય યોજનાઓ માટે પણ તકલીફ ઉભી ના થાય તે માટે સરકાર ના અભિગમ મુજબ સરપંચે રસ દાખવી ને આ ગામે બાકી રહી ગયેલા અરજદારો ને kyc પૂર્ણ કરવા ફરજ પૂરી પાડી હતી. અને રાત્રે મોડા સુધી અરજદારો ની લાઈન પડેલ તસ્વીર માં જણાઈ રહી છે.