ભાંખલ અને થાળામાં 387 હેકટરમાં પવનચક્કી દ્વારા ઊર્જા ઉત્પન્ન કરી શકાય ઉજાક્ષેત્રે ઉત્પાદનમાં ગોહિલવાડમાં વિકલ્પ મળી શકે આ કુદરતી સૌંદર્યસભર વિસ્તારમાં સરકારી તંત્ર ધારે તો પર્યટન ધામ તરીકે વિકસાવીને બહારના પ્રવાસીઓને આકર્ષી શકે 21મી સદીનો બીજો દાયકો ચાલી રહ્યો છે. દુનિયા અતિ ઝડપથી વધુને વધુ આગળ વધી રહી છે. ઇન્સ્ટન્ટ યુગ ચાલી રહ્યો છે. પૈસા અને વીજળીએ દુનિયાની સિકવલ બદલી નાખી છે. દિવસે-દિવસે વીજળીની માંગ વધી રહી છે. આ પરિસ્થિતિમાં સિહોર તાલુકાના બે ગામો ભાંખલ અને થાળાના અનામત બીડમાં પવન ચકકી દ્વારા વિપુલ માત્રામાં સિહોર તાલુકાના છેવાડાના બે ગામ એટલે ભાંખલ અને થાળા. ભાંખલ ગામે 88 હેકટર અને થાળા ગામે 299 હેકટર એમ કુલ 387 હેકટર બીડ આવેલ. આ બીડ અનામત બીડ છે. હાલમાં માળનાથના ડુંગરમાં ઘણી પવનચકકી મૂકવામાં આવી છે. અને ત્યાં વિપુલ માત્રામાં વીજળી પેદા થાય છે. જો થાળા અને ભાંખલના આ વિશાળ બીડમાં પવનચકકીનો પ્રોજેકટ મૂકવામાં આવે તો અહીં હજારો પવનચકકી મૂકી શકાય. હાલમાં આ બીડ સાવ જ ખાલીખમ્મ છે. અને લગભગ બિનઉપયોગી છે. પણ જો આ બીડમાં પવનચકકી મૂકવામાં આવે તો લોકોને સસ્તી કિંમતે વીજળી આપી શકાય. હાલના આ પડતર બીડમાં જો કોઇ ખાનગી કે સરકારી કંપની રસ દાખવે અને અહીં પવન ચકકી સ્થાપવામાં આવે તે સમયની માંગ છે. ઉપરાંત આ બીડ અખૂટ કુદરતી સૌંદર્ય પણ છે. બેશુમાર ગિરિમાળાઓ પણ છે. તેને પર્યટન ધામ તરીકે વિકસાવી શકાય છે. એટલે અહીં ચોમાસામાં કુદરતના અદભુત નજારો જોવા મળે છે. એટલે અહીં પ્રવાસીઓને પણ આકર્ષી શકાય તેમ છે. અને આ સુમસામ બીડ ધમધમતું બની શકે તેમ છે.