બનાસકાંઠા LCB એ દારૂ ભરેલી ટ્રક ઝડપી, 18.56 લાખનો મુદ્દામાલ સાથે એક બુટલેગર ની અટકાયત..

બનાસકાંઠા એલસીબી પોલીસે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી એક દારૂ ભરેલું ટ્રક ઝડપી પાડ્યું છે. જેમાં કુલ 7 હજાર 452 જેટલી દારૂની બોટલો જેની કિંમત કુલ 18, લાખ 56 હજાર થી વધુનો મુદ્દામાલ કબજે લઈ ગાડીના ચાલક ની અટકાયત કરી પાલનપુર તાલુકા પોલીસે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે..

31 ને લઈ બુટલેગરો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે. રાજસ્થાન માંથી દારૂ ઘુસાડવા ના પ્રયત્નો તો કરવામાં આવી રહ્યા છે, પરંતુ પોલીસ ની બાજ નજરોથી બુટલેગર બચી શકતા નથી, જેમાં આજે LCB પોલીસે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી એક દારૂ ભરેલું ટ્રક ઝડપી પાડ્યું છે..

LCB પોલીસ ને મળતી બાતમી હકીકત ના આધારે રાજસ્થાન માંથી ટ્રક ચાલક દારૂ ભરીને ગુજરાત પાલનપુર થઈ અમદાવાદ તરફ જનાર છે જે આધારે LCB પોલીસે નાકાબંધી કરી વાહનો ની તપાસ હાથ ધરી હતી, જેમાં નેશનલ હાઇવે પર રાજસ્થાન તરફ થી આવતા એક શંકાસ્પદ MH 26 BE 7827 નંબર નું ટ્રક આવતા તેને રોકાવી તપાસ કરતાં જ LCB પોલીસ ને મોટી માત્રામાં ટ્રકમાંથી દારૂ મળી આવ્યો હતો, જેથી પોલીસે ફુલ દારૂ ની 7452 બોટલો કબ્જે કરી કુલ મુદ્દા માલ પાલનપુર તાલુકા પોલીસ ને સોંપી ટ્રક ચાલક ને અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે..