દિલ્હી,
સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર નોઈડા સેક્ટર-93A સ્થિત સુપરટેક એમેરાલ્ડ કોર્ટના ટ્વીન ટાવરને બ્લાસ્ટ બાદ તોડી પાડવામાં આવ્યા હતા જે ઉપર વિડિયો માં જોઈ શકાય છે.
બ્લાસ્ટ બાદ સેકન્ડોમાં જ 32 માળની ઈમારત જમીન દોસ ગઈ હતી. સુપરટેક ટ્વીન ટાવર્સને તોડી પાડવા માટે 3700 કિલોગ્રામ વિસ્ફોટકો દૂરથી બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા.
ટાવર ધ્વસ્ત થયા પછી ઉડેલી ધૂળને સાફ કરવા માટે કર્મચારી, સ્વિપિંગ મશીન, એન્ટિસ્મોગ ગન અને પાણી છાંટવાના મશીન સાથે ત્યાં હાજર રહેશે. નોઇડા પ્રશાસનના સીઈઓ રિતુ માહેશ્વરીના જણાવ્યા અનુસાર, બંને ટાવરમાંથી અંદાજે 60 હજાર ટન જેટલો કાટમાળ નીકળશે. તેમાંથી 35 હજાર ટન જેટલા કાટમાળનું વિઘટન કરવામાં આવશે.