આજે વડાપ્રધાન મોદીજી ભુજમાં પહોંચ્યા હતા જ્યાં પરંપરાગત નૃત્યથી પીએમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાનના યોજાયેલા ત્રણ કિલોમીટરનો રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. વડાપ્રધાનને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.
મોદીજી એ સવારે ભુજમાં આરટીઓ સર્કલથી માધાપર સામેના ભુજિયા કિલ્લાના સાંનિધ્યમાં સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ એવા રૂ. 400 કરોડના ખર્ચે 470 એકરમાં ભુજીયા ડુંગરના સાનિધ્યમાં ભૂકંપ સ્મૃતિવન આકાર પામ્યું છે, જે દેશનો પ્રથમ અર્થક્વેક મેમોરિયલ પાર્ક બની રહેશે.
10 વર્ષની લાંબી જહેમત બાદ વિશ્વકક્ષાનું ભૂકંપ સ્મૃતિવન કચ્છીવાસીઓ માટે સંવેદના પૂરી પાડનારું બની રહેશે.
2001માં આવેલા મહાભૂકંપમાં જીવ ગુમાવનારા 13,805 દિવંગત આત્માઓની સ્મૃતિને કાયમ રાખવા સદગતોની નામાવલિ તાલુકા મુજબ અલગ-અલગ તક્તીરૂપે કંડારી મૂકવામાં આવી છે.
રીજનલ સાયન્સ સેન્ટર, અર્થક્વેક સિવ્યુલેટર સંકુલ, 35 ચેકડેમ સહિતના પ્રકલ્પોનો સમાવેશ કરવામાં આવ્યો છે.