સમગ્ર દેશ સાથે રાજ્યમાં છેલ્લા ઘણા વર્ષોથી દિવાળીના પર્વ નિમિત્તે બજારમાં વહેચાતા ફટાકડાઓમાં હિન્દુ દેવી-દેવતાઓના નામથી અને ફોટાવાળા ફટકાડાનું મોટાપાયે વેચાણ ચાલી રહ્યું છે જેના કારણે હિન્દુ સમાજની લાગણી દુભાઈ રહી છે ત્યારે સિહોર ખાતે રોયલ ક્રિકેટ કલબ અને હિન્દૂ જાગરણ મંચ દ્વારા આ અંગે મામલતદારને આવેદન પત્ર પાઠવી રજુઆતો કરી હતી આ અંગે મળતી માહિતી મુજબ હાલ તાજેતરમાં હિન્દુ ધર્મનો સૌથી મોટો અને પવિત્ર તહેવાર એવાં દિવાળીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે બજારમાં દિવાળીના પર્વને ધ્યાને લઈ ફટાકડાનું વેચાણ શરૂ થઈ ગયું છે જેમાં બજારમાં દિવાળી નિમિત્તે વેચાતા મોટાભાગના ફટાકડાઓમાં હિન્દુ દેવીદેવતાઓના નામથી અને ફોટાવાળા ફટાકડાનું મોટાપાયે વેચાણ થઈ રહ્યાં છે. જેના કારણે હિન્દુ સમાજની લાગણી દુભાઈ રહી છે જેના ભાગરૂપે
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
સિહોરની રોયલ ક્રિકેટ કલબ સંસ્થા અને હિન્દૂ જાગરણ મંચ દ્વારા હિન્દુ દેવી-દેવતાઓના નામ તથા ફોટાવાળ॥ ફટાકડાના વેચાણ વિરોધ કર્યો છે અને આવા પ્રકારના ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મુકવાની માંગ કરી છે આ પ્રકારના ફટાકડા બનાવતી કંપનીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ રોયલ ક્રિકેટ કલબ અને હિન્દૂજાગરણ મંચ, દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવી માંગ કરવામાં આવી છે અહીં રોટરી ક્રિકેટ કલબ અને હિન્દૂ જાગરણ મંચના મુખ્ય આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.