સંજેલી ખાતે યોજાયેલ ભવ્ય શ્રાવણ માસ ની કાવડયાત્રામાં ઉજ્જૈન થી આવેલા શ્રી મહાકાલ ધ્વજ ગ્રુપ દ્વારા નગરમાં આકર્ષણનું કેન્દ્ર જમાયું હતું .
સંજેલી ખાતે શ્રાવણના છેલ્લા દિવસ નિમિત્તે ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું . કાવડીયાત્રામાં કાવડીયો દ્વારા ભમરેચી માતાના મંદિરેથી જળ ભરી અને સંજેલી ખાતે પગપાળા કાવડ સાથે નગરમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. કાવડીયો દ્વારા ડીજે માં ભજન ભક્તિ સાથે પગપાળા યાત્રા ભમરેચી માતાના મંદિરેથી સંજેલી ખાતે ભીમનાથ મહાદેવ મંદિરે જળ અભિષેક માટે કાવડીયો દ્વારા કાવડો લાવવામાં આવી હતી. આ કાવડીયાત્રામાં સર્વે ધર્મ પ્રેમી ભક્તો દ્વારા નાના બાળકોથી લઈને મોટા વડીલો સહિત બહેનો દ્વારા પણ કાવડીયાત્રામાં સહભાગી બન્યા હતા. ત્યારે ભમરેચી માતાના મંદિરેથી જળ ભરી અને લાવેલા કાવડીયો દ્વારા સંજેલી નગરમાં ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતુ . મહાકાલ ગ્રુપ સહિત સંજેલી નગર દ્વારા કાવડીયાત્રામાં વિવિધ સેવાકીય કાર્યો પણ કરવામાં આવ્યા હતા સંજેલી નગરની વિવિધ ગલીઓમાં ફરી અને બમ ભોલે. બોલ બમ બમ બમ. હર હર મહાદેવના નાદ થી સંજેલી નગર ભક્તિમય માહોલમાં રંગાઈ ગયું હતું સર્વે લોકો દ્વારા સંજેલી નગરમાં ઉજ્જૈન ખાતેથી આવેલા ખાસ મહાકાલ ધ્વજ ગ્રુપ કાવડીયાત્રામાં વિશેષ આકર્ષણ જ મળ્યું હતું ડમરું મંજીરા સહિતના વાજિંત્રો સાથે ઉજજૈન થી આવેલા ગ્રુપ દ્વારા વિવિધ રીતે વાજિંત્રો વગાડી અને કાવડ યાત્રા ની રેલીમાં જોડાયા હતા. અંતે ભીમનાથ મહાદેવ મંદિર ખાતે કાવડ યાત્રા ની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી સર્વે કાવડીયો દ્વારા ભીમનાથ મહાદેવ મંદિર ખાતેના મહાન દ્વારા પૂજા સાથે કાવડીયો દ્વારા જળ અભિષેક કરવામાં આવ્યો હતો .