SURAT: મહાનગરપાલિકાને બે વર્ષ પછી બીઆરટીએસની પિંક બસમાં મહિલા પાઇલટ મળી
આ બસમાં મહિલાઓ જ મુસાફરી કરે છે, પરંતુ એ માટે મહિલા પાઇલટ મળતી ન હતી. આખરે બસનું સંચાલન કરતી કંપનીને મહિલા બસ પાઇલટ મળી ગઇ છે. આ મહિલા બસ પાઇલટનું નામ નિશા શર્મા છે અને તે ઈન્દોરની રહેવાસી છે. એક અઠવાડિયાથી સુરતમાં બસ પાઇલટ તરીકે ટ્રેનિંગ લેતી હતી. આજે (20 નવેમ્બર) ગુરુવારે આ પ્રથમ મહિલા પાઇલટની ઓએનજીસી કોલોની બીઆરટીએસ સ્ટેશન ખાતે 11 વાગ્યે ફલેગ ઓફ સેરેમની યોજાશે.
મહિલા પાઇલટ પાસે હેવી વાહન ચલાવવાનો 4 વર્ષથી વધુનો અનુભવ છે. રાજ્યની પ્રથમ મહિલા પાઇલટ હોવાનો પાલિકાનો દાવો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં મહિલા ઉત્થાન અને સ્વરોજગાર માટે આગળ વધે એ ઉદ્દેશથી પિંક ઓટોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. એક વર્ષ પહેલાં શરૂ કરવામાં આવેલા આ ઈ-ઓટો પ્રોજેક્ટમાં 47 મહિલાને રોજગારી મળી હતી. પહેલી મહિલા પાઇલટ મળ્યાં બાદ હવે વધુ મહિલા પાઇલટ મળશે તો પિંક બસોની સંખ્યા વધારાશે.
SURAT: મહાનગરપાલિકાને બે વર્ષ પછી બીઆરટીએસની પિંક બસમાં મળી મહિલા પાઇલટ