લોકોને લાચારીનો અહેસાસ કરાવવા જ વડાપ્રધાન ભવ્ય રોડ-શો/ અતિ ભવ્યસભાઓ યોજતા હશે?
ઈલેકશન આવે ત્યારે ઈલેકશન નોં ખર્ચ, રોડ શો મિટિંગ સભા નો ખર્ચ, પોતાના નેતા મંત્રી ને આપવા કરોડો રૂપિયા, અને વિપક્ષ ને ખરીદવા માટે પણ કરોડો રૂપિયા,
આ બધા પેસા કયા થી આવે..? આ બધા પેસા gst લગાવી દરેક વસ્તુની કિંમત ( ભાવ) વધાવી જનતા પાસે થી લુંટ કરેલા પેસા હોય છે,
વડાપ્રધાન 28 ઓગષ્ટ 2022ના રોજ કચ્છ જિલ્લાની મુલાકાતે આવે છે. વડાપ્રધાન બન્યા પછી કચ્છની તેમની સાતમી મુલાકાત છે. આ વેળાએ 10,000 કરોડના વિવિધ પ્રકલ્પો ખૂલ્લા મૂકશે. ખાનગી ઉદ્યોગ ગૃહના નવા યુનિટનો શુભારંભ કરશે. ભૂજમાં રોડ શો પણ કરશે; જેમાં 60,000 લોકો ભાગ લેશે. કચ્છ યુનિવર્સિટી ખાતે વિશાળ જનસભાને સંબોધન કરશે. જેમાં 3,00,000થી વધુ લોકોને એકત્ર કરવા આખા ગુજરાતની 2,400 ST બસો દોડાવવામાં આવશે ! આટલા લોકો સમાઈ શકે તેવો અતિ મહાભવ્ય મંડપ તૈયાર થઈ ગયો છે. વડાપ્રધાનની નજરે ગરીબોના ઝૂંપડા નજરે ન ચડે તે માટે માર્ગ અને મકાન વિભાગે ઝૂંપડાં આડે કાપડના પડદા ઊભા કર્યા છે !
ઉધ્યોગ પતિ ને આપેલી લોન માફ થઈ જાય છે અને એ કર્જ નું બોજો પણ (જનતા) લોકોના માથે.. લોકો (જનતા) ના પેસે થી મોજ કરે અને જનતા બિચારી મોંઘવારી ના કર્જ ચૂકવા ટેક્સ આપવા રોજ રોજ મરે...
થોડાં પ્રશ્નો : [1] 2001થી 2014 સુધી મુખ્યમંત્રી રહ્યા અને 2014થી હાલ સુધી વડાપ્રધાન રહ્યા; તે દરમિયાન જે રોડ શો કર્યા/જંગી સભાઓ કરી; તેની ઉપલબ્ધિ શું? કોઈ રાજા મહારાજાએ ન કર્યો હોય તેટલો અઢળક ખર્ચ; દર મુલાકાતે કરવા છતાં પરિણામ શું? મેઈક ઈન ઈન્ડિયા/ડિઝિટલ ઈન્ડિયા/સ્ટાર્ટ અપ ઈન્ડિયા/ સ્કિલ ઈન્ડિયાથી રોજગારી ઘટી કે વધી? ભૂખમરો ઘટ્યો કે વધ્યો? કુપોષણ ઘટ્યું કે વધ્યું? દરેક વખતે 10,000 કરોડના કે તેથી વધુ રકમના વિવિધ પ્રકલ્પો ખૂલ્લા મૂકે છે; છતાં બેરોજગારી વધે છે કેમ? [2] વડાપ્રધાનના ભવ્ય રોડ શો /અતિ ભવ્યસભાઓથી નાગરિકોની સ્વતંત્રતા ઘટી કે વધી? કાળા નાણા ઉપર નિયંત્રણ આવ્યું કે વધારો થયો? મહિલાઓની સુરક્ષા વધી કે ઘટી? ફસલ વિમા યોજનાનો ખેડૂતોને લાભ મળ્યો કે નહીં? શ્રમિકોનું શોષણ બંધ થયું કે વધ્યું? મૂડીપતિઓની લોન માફ કરવાનું ઓછું થયું કે તેમાં વધારો થયો? મોંઘવારી ઘટી કે વધી? ડોલર સામે રુપિયો મજબૂત થયો કે વધુ ગગડી ગયો? ભ્રષ્ટાચારમાં ઘટાડો થયો કે વધારો થયો? IT/ED/CBI/NIA/EC/SCનો દુરુપયોગ ઘટ્યો કે વધ્યો? [3] જો ભવ્ય રોડ શો/ અતિ ભવ્યસભાઓ દેશના વિકાસમાં ફાળો ન આપે; અને માત્ર પક્ષના વિકાસમાં ફાળો આપે તો ભવ્ય રોડ શો/ અતિ ભવ્યસભાઓ પાછળ સરકારી મશીનરીનો ઉપયોગ કરવો તે મહાભ્રષ્ટાચાર નથી? સરકારી ખર્ચે પક્ષનો વિકાસ? વળી આવી સભાઓમાં ભ્રષ્ટાચાર વિરોધી ભાષણો આપવાના? સરકારી ખર્ચે યોજાતી ભવ્યસભાઓમાં વિપક્ષોનું ચરિત્રહનન કરવાનું? [4] દરેક ભવ્ય રોડ શો/ અતિ ભવ્યસભા માટે હજારો ST બસો રોકીને, ગ્રામ્ય અને શહેરી વિસ્તારના મુસાફરોને વંચિત રાખવાના? પ્રત્યેક સભા માટે ST બસોનું કરોડો રુપિયાનું ભાડું સરકારે શામાટે ભરવાનું? એક તરફ નાગરિકોની સુરક્ષા માટે પૂરતા પોલીસ કર્મચારીઓ નથી; બીજી તરફ એક અઠવાડિયાથી પોલીસ; બંદોબસ્તમાં રોકાયેલી રહે છે; 15 દિવસ સુધી વહિવટીતંત્ર સાવ સ્થગિત થઈ જાય ! ભોગવવાનું તો નાગરિકોએ જ ને? [5] મુખ્યમંત્રી તરીકે 90 વખત અને વડાપ્રધાન તરીકે 7 વખત કચ્છ ગયા; એથી કચ્છના કેટલાં યુવાનોને રોજગારી મળી? મહિલાઓની/દલિતોની સુરક્ષામાં વધારો થયો કે ઘટાડો થયો? આ અંગે મુખ્ય ધારાના મીડિયા ચૂપ કેમ છે? ગુજરાતના ગરીબ કલ્યાણ મેળાના સ્ટેજ અને ભવ્યસભા અમીર કલ્યાણ મેળા જેવા લાગતા; તેનો જાત અનુભવ છે ! [6] અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ અમદાવાદ આવ્યા હતા ત્યારે ઝૂંપડા આડે દિવાલ ચણી હતી; ભક્તોની દલીલ હતી કે આપણે ઘેર કોઈ મહેમાન આવે તો ઘરમાં ઢાંકોઢૂંબો કરવો પડે ! પરંતુ વડાપ્રધાન આપણા છે કે વિદેશી? માર્ગ અને મકાન વિભાગ સરકારી છે કે સત્તાપક્ષનું? વડાપ્રધાનની નજરે ગરીબોના ઝૂંપડા નજરે ન ચડે તે માટે ઝૂંપડાંને ઢાંકવાનો ઢોંગ શામાટે? શું વડાપ્રધાન દેશની ગરીબીથી પરિચિત નથી? શું વડાપ્રધાન બીજા ગ્રહથી આવે છે? [7] વડાપ્રધાને પોતાની ભવ્ય સભાઓ/ અતિ ભવ્ય પ્રવાસો પાછળ કુલ કેટલો ખર્ચ કર્યો છે; તેનો હિસાબ નાગરિકો માંગી શકતા નથી. મીડિયા ખર્ચની ચર્ચા કે વડાપ્રધાનના ખોખલા વચનોની ચર્ચા કરવાને બદલે માત્ર વાહવાહી કર્યા કરે છે. લોકોએ લાચાર થઈને તમાશો જ જોવાનો ને?
સૌથી મોટો સવાલ એ છે કે લોકોને લાચારીનો અહેસાસ કરાવવા જ વડાપ્રધાન ભવ્ય રોડ-શો/ અતિ ભવ્યસભાઓ યોજતા હશે?rs