જૂનાગઢ શહેર ખાતે અત્યાર સુધી રોજગાર કચેરી શહેર માં આવેલી હતી જે હવે અન્ય જગ્યા પર બદલવામાં આવી છે
જૂનાગઢ જિલ્લા ના રોજગાર ઇચ્છુક યુવાનો ને રોજગાર લક્ષી સેવાઓ સુગમતાથી મળી રહે તેમજ કામગીરી ના મોટા વ્યાપ ને લઈ ને ધ્યાને લઇ જૂનાગઢ જિલ્લા કલેકટર શ્રી દ્વારા સંવેદનશીલ અભિગમ દાખવી જિલ્લા ના રોજગાર ઈચ્છુકો ના હિત ને ધ્યાને લઇ તેમજ રોજગાર કચેરી નું બિલ્ડીંગ જર્જરિત અને જોખમી હોય જેથી કચેરી અન્ય નવી જગ્યા પર ફાળવણી કરતા રોજગાર કચેરી ને સ્થળાંન્તર કરવામાં આવી છે ત્યારે હવે નવી કચેરી
જિલ્લા રોજગાર વિનિમય કચેરી
બી વિગ ,પ્રથમ માળ,બહુમાળી ભવન, સરદાર બાગ ,જૂનાગઢ ના સરનામે રહેશે
જેની તમામે નોંધ લેવા જિલ્લા રોજગાર અધિકારી પ્રશાંત ત્રિવેદી દ્વારા એક યાદી માં જણાવાયું છે