દાહોદ સહિત સમગ્ર રાજ્યમાં મકરસંક્રાંતિ પર્વની ઉજવણી થઇ રહી છે. ત્યારે પતંગ રસીકો સવારથી જ ધાબા પર પહોંચી પતંગો ચગાવવાની મોજ માણી રહ્યા છે. જોકે પવન ગતિ વધુ હોવાને કારણે પતંગ હાથમાં ન રહેતી હોવાનું પતંગ રસીકો જણવી રહ્યા છે.બાળકો, મોટેરાઓ વડિલ, વૃધ્ધોએ પતંગ ઉડાડતી અવકાશી પેચ લડાવ્યાનો આનંદ માણી રહ્યા છે. ઉતરાયણના દિવસે પતંગની કિન્ના બાંધવામાં સમય ન બગડે તે માટે કેટલાક પતંગ રસીકોએ એડવાન્સમાં જ પતંગની રાત્રે કિન્ના બાંધી દીધી હતી અને અગાસી તેમજ ધાબા પરથી ફિલ્મી ગીતોની રમઝટ સાથે ઉત્તરાયણ પર્વનો આનંદ લઇ રહ્યા છે.
રિપોર્ટ - રાજ કાપડિયા દાહોદ/9879106469
જાહેરાત અને સમાચાર આપવા માટે ઉપર આપેલ નમ્બર પર સંપર્ક કરો
ખાસ કરીને બપોરના સમયે તો ગૃહિણીઓએ ટેરેસ પર જમાવટ કરી હતી. ઊંધિયું, જલેબી, તલસાંકળી, ચિકીની જાયફત માળી આનંદ મેળવી રહ્યા છે. ગૃહિણી ઉર્મિલા કાપડિયા જણાવી રહ્યા છે કે, ઉતરાયણના તહેવાર ઉજવવા કાલ રાતથીતમામ તૈયારીઓ કરી દીધી હતી. આજે આ પર્વ ટાંણે તલસાંકળી, મમરાના લાડુની જાયમફત માણી રહ્યા છે. બપોરના સમયે આખું રસોડું જાણે ધાબા ઉપર લાવી દીધું છે. એ કાપ્યો છે…એ લપેટ…એ હેડી… સાથે સાથે પીપૂડાના અવાજ સાથે સોરબકોર કરી પતંગ કાપ્યાનું આનંદ વ્યક્ત કર્યો આજે આકાશ રંગબેરંગી પતંગોથી છવાયું હતું. અને પતંગ રશિયાઓ દ્વારા આકાશમાં પતંગોના પેચ ખેલાયો હતો. આ પર્વ સમી સાંજ બાદ ભવ્ય આતશબાજીથી આકાશ છવાઈ જશે.