બાકી રહેલા ગામડાઓમાં 4G સેવા શરુ કરવા સરકારનો નિર્ણય
29,616 ગામડાઓમાં 4G સેવા વિસ્તારવામાં આવશે
સરકારે 26,316 કરોડની ફાળવણી કરી
બુધવારે પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં 29,616 ગામડાઓમાં 4G સેવા શરુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ તમામ ગામડાઓમાં હજુ સુધી 4જી સેવા શરુ થઈ નથી. સરકારે કહ્યું કે યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડ દ્વારા 26,316 કરોડના ખર્ચે દેશના બાકી રહેલા ગામડાઓમાં 4G મોબાઈલ સેવા શરુ કરવામાં આવશે. કેબિનેટની બેઠક બાદ ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે કેન્દ્રીય કેબિનેટે દેશના વંચિત રહેલા ગામડાઓમાં 4જી સર્વિસ શરુ કરવાના પ્રોજેક્ટને મંજૂરી આપી છે.
• 29, 616 ગામડાઓમાંને 4G કવરેજ મળશે
• 19,722 ટાવર ઊભા કરવામાં આવશે
• 26316 કરોડનો ખર્ચ થશે
• યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડ દ્વારા ફંડ પુરુ પડાશે.
• નોમિનેશન આધારે બીએસએનએલને કામ સોંપાયું