*બનાસકાંઠા અપડેટ...*
■બનાસકાંઠા જિલ્લામાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દારૂની રેડો થતાં બનાસકાંઠા પોલીસમાં હડકંપ...
■સ્ટેટ મોનીટરીંગ સેલના કર્મચારી અને બનાસકાંઠા પોલીસ વચ્ચે વિવાદ સર્જાયો...
■સ્ટેટ મોનીટરીંગ સેલના કર્મચારીને યેનકેન પ્રકારે કોઈપણ રીતે ફસાવવા માટે બનાસકાંઠા પોલીસ સક્રિય બની હોવાનું ચર્ચાઈ રહ્યું છે..
■બનાસકાંઠા Sp ના તાબા હેઠળની એલ.સી.બી શાખાના કોન્સ્ટેબલને શુક્રવારના દિવસે બળજબરીથી નિવેદન લેવા માટે sp કચેરીએ બોલાવીને દબાણ કર્યું હોવાનું જિલ્લા ભરમાં ચર્ચાઈ રહ્યું છે..
■એલ.સી.બી શાખાના કોન્સ્ટેબલે ખોટું નિવેદન ન આપતાં આખરે એને જોઈ લેવાની ધમકી આપી રાત્રે ૧૧ વાગ્યે છોડવામાં આવ્યો હતો અને હવે એ કોન્સ્ટેબલને હેરાન પરેશાન કરવાના કાવતરા શરૂ કરાયા હોવાનું જાણવા મળી રહ્યું છે..
■સ્ટેટ મોનીટરીંગ સેલના કર્મચારીને ફસાવવા માટે ખૂદ બનાસકાંઠા SP મેદાનમાં આવ્યા હોવાનું જિલ્લા ભરમાં લોકમુખે ચર્ચાઈ રહ્યું છે..
■આ સમગ્ર મામલે રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીને રજુઆત કરવામાં આવી છે અને હવે પોલીસ-પોલીસ વચ્ચેનો વિવાદ ચરમસીમાએ હોવાનું જાણવા મળે છે..
■આ મામલામાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ મધ્યસ્થી બને અને મામલો શાંત કરે એ જરૂરી છે બાકી કોર્ટના દરવાજા ખખડાવશે આ મામલો..
■રાજ્ય પોલીસ વડાશ્રીને આ મામલે રજુઆત કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે..