પોલીસ કર્મીઓ અને તેમના પરીવારજનો દ્વારા કરવામાં આવેલું આંદોલન તેમને ફળ્યું છે. સરકાર દ્વારા બજેટ ફાળવી કર્મચારીઓના પગાર વધારવા માટે ફરમાન કરાયું છે ત્યારે નવા જીઆર પ્રમાણે આ મહિનાથી જ પગાર વધારો મળી જશે.પોલીસ માટે આ ખરા અર્થમાં ખુશીના સમાચાર સામે આવ્યા છે.નવો જીઆર જારી કરાતા પોલીસ વિભાગના કર્મચારીઓને આ મહિનાથી જ પગારમાં વધારો મળશે. સરકારે 550 કરોડનું ભંડોળ મંજૂર કર્યું છે.
ત્યારે સરકારે જાહેરાત કર્યા બાદ પોલીસ કર્મીઓને આ મહિને વધારો મળી શકે છે. રાજ્યના કોન્સ્ટેબલો, હેડ કોન્સ્ટેબલો તેમજ એએસઆઈના પગાર અન્ય રાજ્યોની સરખામણીએ ખૂબ જ ઓછા હોવાથી બજેટ વધારવામાં કરવામાં આવ્યો છે. ત્યારે આ મહિનેથી નવો પગાર વધારો કર્મચારીઓને મળશે.સોમવાર સુધીમાં નવા ગ્રેડ પેનો જીઆર જારી કરી દેવામાં આવતા નાણાં વિભાગને જીઆર મળતાની સાથે જ પગારમાં વઘારો કરવામાં આવશે. જેથી આ મહિનાથી નવો પગાર લાગુ થશે.આ પ્રમાણે નવો પગાર મળશેપોલીસના જૂના પગાર પ્રમાણે જોવા જઈએ તો ફિક્સ પગાર હતા તેમાં એલઆરડી 21 હજાર હતા જેમાં 8 હજાર વધારો કરી 29 હજાર કરાયો છે.
આ ઉપરાંત કોન્સ્ટેબલનો 30 હજાર પગાર હતો જેમાં 4,400નો વધારો કરી 34400 કરાયો છે. આ ઉપરાંત હેડ કોન્સ્ટેબલનો 360 હજાર પગાર હતો તેમાં 4,900નો વધારો કરતા 40,900 કરાયો છે. આ ઉપરાંત એએસઆઈનો 43,250 પગાર હતો તેમાં 5400નો વધારો કરાતા 48,650 નવા નિયમ પ્રમાણે કરાયો છે.