રાજ્યમાં ઠેરઠેર રસ્તા તૂટી ગયા છે અને વાહન પણ ચાલી શકે તેવી સ્થિતિ નથી પરિણામે અકસ્માતના બનાવો વધ્યા છે તેવે સમયે
રાજકોટ જિલ્લાના ભૂપગઢ ગામ પાસે તૂટી ગયેલો રોડ તંત્ર દ્વારા રીપેર કરવામાં અહીં આવતા રજુઆત કરી કરીને થાકેલા ગામ લોકોએ જાતેજ ખાડા પુરવાનું શરૂ કર્યું છે.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

વિગતો મુજબ રાજકોટના સરધારથી કુવાડવા સુધીનો અંદાજે 30 કિ.મી.નો હાઈ-વે છેલ્લા ઘણા સમયથી તૂટી જતા આ રોડની અતિ બિસ્માર હાલત થઈ ગઈ હોય વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો અને આ હાઈ-વે પર મોટા મોટા ખાડાઓ પડી ગયા હોવાથી દરરોજ નાનામોટા અકસ્માતોના બનાવોનું પ્રમાણ પણ વધ્યું હતું.

અકસ્માત બનતા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી હાથ નહિ ધરાતા ભુપગઢ ગામના ગ્રામજનોએ જાતેજ સરધારથી ભુપગઢ સુધીના 6 કિ.મી. રોડમાં પડેલા તમામ નાનામોટા ખાડાઓ ગ્રામજનોએ પોતાના ખર્ચેજ પુરી દેતા વાહનચાલકોએ રાહતનો શ્વાસ લીધો છે.

આમ, સરકાર રોડ માટે મોટી રકમ ફાળવતી હોવાછતાં તેનો કોઈ લાભ મળતો નહિ હોવાનું સામે આવી રહ્યું છે પરિણામે લોકો હવે પોતેજ ખર્ચ કરી રોડ ઉપરના ખાડા પુરવા મજબૂર બન્યા છે.