મહેસાણા શહેરની પાલવાસણા ચોકડી પાસે એક મહિલા પોતાની પુત્રી સહિત બસમાંથી ઉતરવા જઈ રહી હતી. ત્યારે મહિલા અચાનક બસ નીચે આવી જતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેથી તેને સારવાર અર્થે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યા તેને મૃત જાહેર કરવામાં આવી હતી. આ અંગે મૃતકની પુત્રીએ મહેસાણા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
પુત્રીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, હું અને મારી માતા મહેસાણા તોરણવાળી બજારમાં ખરીદી કરી પરત આવવાં સીટી બસ રુટ નંબર-8માં બેસ્યા હતા. બસ રાધનપુર ચાર રસ્તા, મોઢેરા ચાર રસ્તા થઈ જનપથ હોટલ પાલાવાસણા નજીક આવી હતી. જેથી હું અને માતા જનપથ હોટલ પાલાવાસણા નજીક ઉતરવા માટે સીટ ઉપરથી ઉભા થઈ બસના દરવાજા પાસે આવી ઉભા રહ્યા હતા. દરમિયાન બસ ડ્રાયવરે પણ બસ સાઈડમાં કરી હતી. ત્યારે માતા બસમાંથી ઉતરવા જતાં એકદમ રોડ ઉપર પડી ગયા હતા અને હું પણ તેમની પાછળ તરત જ બસમાંથી ઉતરી હતી. આ વખતે બસ ચાલકે પણ પોતાની બસ ઉભી રાખી હતી અને રોડ ઉપર પડેલી માતાને નાકમાંથી તથા મોઢામાંથી લોહી નીકળવાં લાગ્યું હતું. જેથી તેને સિવિલ હોસ્પિટલ મહેસાણા ખાતે સારવાર અર્થે લાવ્યા હતા. જ્યાં સારવાર કરનારા ડોક્ટરે માતાને મૃત જાહેર કરી હતી.
આ બનાવ અંગે મૃતકની પુત્રીએ સીટી બસ નંબરના ચાલક વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ મુજબ, ડ્રાયવરે મહિલા અને તેની પુત્રી દરવાજાથી ઉતરતા હતા. તે સમયે બસ ગફલત ભરી રીતે હંકારી હતી અને બન્ને પેસેન્જર ઉતરતાં હોવાનું જાણવા છતાં પોતાની બસ વ્યવસ્થીત રીતે ઉભી નહી રાખી, બસમાંથી ઉતરતી વખતે ફરીયાદીની માતા રોડ ઉપર પડી જવાથી માથાના ભાગે ગંભીર ઈજા થવાથી સારવાર દરમ્યાન મોત થયું હતું. જેથી રુટ નંબર-8 ની સીટી બસ નંબર- (GJ-18-BT-7183)ના બસ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.