સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા યોગ્ય માગણીઓ સાથે મામલતદાર ને આવેદન પત્ર આપ્યું વડાલી મામલતદાર ને આવેદન આપી ધારદાર રજુઆત કરવામાં આવી જેમાં વડાલી તાલુકામાં ભારે વરસાદના કારણે ખેતીના વિવિધ ખેત પેદાશો માં થયેલ નુકશાન અને કાચા મકાનો ધરાશય થયેલા નું સર્વે કરી યોગ્ય વળતર આપવા બાબત રજુઆત કરવામાં આવી છે અને વડાલી ના તમામ ગામડાની અંદર સર્વે કરી આવા ખેડૂતો ના હિતમાં વળતર અપાય તે હેતું થી આવેદન આપવામાં આવ્યું છે તાલુકામાં ભારે વરસાદના કારણે વડાલી તાલુકાના ગામોમાં કાચા મકાનો પડી ગયેલા છે . તેવા લાભાર્થીઓનો સર્વે કરી તાત્કાલીક ધોરણે સહાય ચુકવવામાં આવે પડી ગયેલા મકાનના લાભાર્થીઓને આવાસ મંજુર કરવામાં આવે અને વધુ વરસાદ પડવાથી ખેડુતોના કુવા પડી ગયેલ છે તેવા ખેડુતને સહાય ચુકવવામાં આવે અને મનરેગા યોજનામાં તાત્કાલીક ધોરણે સિંચાઇ કુવા નવીન કરણ કરવા મંજુર કરવામાં આવે અને ખેતીની પેદાશો જેવી કે એરડા , તુવેર , કપાસ , અળદ , તલ , મગફળી સોયાબીન તથા વિવિધ શાકભાજી અને પશુ માટેનો લીલો ધાસચારો જેવી વિવિધ પેદાશોમાં વ્યાપક નુકશાન થયેલ છે . જેથી ખેતીના વિવિધ ખેત પેદાશોમાં થયેલ નુકશાનનું તાત્કાલીક ધોરણ સર્વે કરી જગતના તાત ગણાતા ખેડુતોને યોગ્ય વળતર મળી રહે તે માટે રજુઆત કરવામાં આવી છે આવેદન આપતી વખતે સેના ના પ્રમુખ કમલેશજી ઠાકોર એકતા મંચ પ્રમુખ સુરેશસિંહ સોલંકી તાલુકા ઉપપ્રમુખ સુરેશજી ઠાકોર ,પ્રફુલજી ઠાકોર ,ભરતજી ઠાકોર .પ્રવિણસિંહ ઠાકોર ,સુભાષજી ઠાકોર સહિત ઉપસ્થિતિમાં આવેદન આપવામાં આવ્યું હતું.