રખડતા ઢોરના ત્રાસને જોતા અમદાવાદમાં પોલીસ પણ હરકતમાં આવી છે ત્યારે જેઓ ચાર રસ્તા પર ઘાસ વેચી રહ્યા છે તેમની પર તવાઈ બોલાવવામાં આવશે. પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી આજથી તેની અમલવારી કરવા માટે કહ્યું છે. 1 સપ્ટેમ્બર સુધી આ ઝૂંબેશ ચલાવવામાં આવશે.
બે દિવસ પહેલા હાઈકોર્ટે રખડતા ઢોર મામલે કડકાી દાખવી હતી અને આ મામલે સરકારને કોઈ ઠોસ નિર્ણય લેવા માટે સૂચન કરાયું હતું જેમાં અમદવાદ કોર્પોરેશનને પણ આ મામલે ટકોર કરી હતી. ત્યારે પોલીસ દ્વારા પણ સખ્તાઈ દાખવવામાં આવશે. રખડતી ગાયોને પકડવા માટે પણ પોલીસની મદદ લેવામાં આવશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુનો નોંધવાની પણ સૂચના અપાઇ છે. જેથી જરુર પડતા ઘાસચારા વેચાણ કરતા લોકો પર ફરીયાદ પણ નોંધવામાં આવશે. ગઈકાલથી એએમસીએ વિવિધ અમદાવાદના સાત ઝોનની અંદર આ કામગિરી ડેપ્યુટી કમિશનરને આપી છે ત્યારે સવારે 6થી રાત્રિના 10 કલાક સુધી સિફ્ટ પ્રમાણે ટીમ દ્વારા કામગિરી કરવામાં આવશે. સતત ત્રણ દિવસ ઢોર પકડવાની કામગિરી કરવામાં આવશે.
રખડતા ઢોર મામલે અત્યારે મહાનગર પાલિકાઓમાં સખ્તાઈ દાખવવામાં આવી રહી છે અને એક પછી એક રખડતા ઢોરને પકડી પાડવામાં આવી રહ્યા છે. અમદાવાદ ઉપરાંત સૂરત, વડોદરા સહીતના વિવિધ શહેરોમાં ઢોરવાળામાં ઢોરને પુરવામાં આવશે.