પાવીજેતપુર વન કુટીર પાસેથી છોટાઉદેપુર એલસીબી દ્વારા કારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની ખેપ મારતો ખેપિયો ૧,૧૪,૫૫૨/- રૂપિયાના વિદેશી દારૂ તેમજ બે લાખની ગાડી મળી કુલ ૩,૧૯,૫૫૨/- ના મુદ્દા માલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ છોટાઉદેપુર એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ એચ રાહુલજીનાઓને બાતમી હકીકત મળી હતી કે એક કારમાં ભારતીય બનાવટ નો વિદેશી દારૂ પાવીજેતપુર વન કુટીર પાસેથી પસાર થવાનો હોય જેના અનુસંધાને વન કુટીર પાસે નાકાબંધી કરી દેવામાં આવી હતી નાકાબંધી દરમિયાન એક કાર નંબર જી.જે.૦૬ ઈ. એચ. ૧૯૯૬ વાળી આવતા તેને અટકાવી તપાસ કરતા કારની ડીકી માંથી ભારતીય બનાવટમાં વિદેશી દારૂની બોટલ નંગ ૭૧૪ કિંમત રૂપિયા ૧,૧૪,૫૫૨/- ,કાર ની કિંમત ૨,૦૦,૦૦૦/- રૂપિયા, એક મોબાઈલ કિંમત રૂપિયા ૫૦૦૦/- મળી કુલ ૩,૧૯,૫૫૨/- ના મુદ્દા માલ સાથે દારૂની ખેપ મારનાર ખેપિયો બહાદુરસિંહ ગુમાનસિંહ ભિંડે ( રહે. અકોલા,તા. કઠિવાડા,જી. અલીરાજપુર, મધ્યપ્રદેશ ) નાઓની અટક કરી પાવીજેતપુર પોલીસ સ્ટેશનને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આમ, છોટાઉદેપુર એલસીબી દ્વારા પાવીજેતપુર વન કુટીર પાસેથી કારમાં વિદેશી દારૂની ઠેક મારનાર ખેપિયાને ૧,૧૪,૫૫૨ /- રૂપિયાના વિદેશી દારૂ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.