હાલોલ : ગંભીરપુરા ગામમાં "તરતી આંગણવાડી" જેવા દ્રશ્યોમાં એક મહિનાથી ભૂલકાઓ નથી આવ્યા...

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

હાલોલના ગંભીરપુરા ગામા "તરતી આંગણવાડી" જેવા દ્રશ્યોમાં એક મહિનાથી ભૂલકાઓ આવી શકતા નથી અને પૌષ્ટિક નાસ્તો ઘરે પહોંચાડાય છે.!!

હાલોલ તાલુકાના ગંભીરપુરા ગામના નંદઘર, આંગણવાડીની ફરતે વરસાદી પાણી ભરાઈ જતા આંગણવાડી પાછલા એક મહિનાથી બાળકોને બેસવા માટે ઉપયોગી રહી નથી. હાલ આંગણવાડી સુપરવાઇઝરની સૂચનાથી બાળકોનું ભોજન ઘરે ઘરે જઈ આપવામાં આવી રહ્યું છે. હાલોલની ગંભીરપુરા-૨ આંગણવાડી વરસાદી પાણીમાં ગરકાવ થતા હાલ બાળકોને એક મહિનાથી વેકેશન આપી દેવામાં આવ્યું છે. વરસાદી પાણી આંગણવાડીની ચોતરફ ફરી વળ્યાં છે. એટલે નાના બાળકોને બેસવા માટે અહીં પોલિકેબ કંપની દ્વારા બનાવી આપવામાં આવેલ આંગણવાડી એક મહિનાથી બાળકોના ઉપયોગમાં આવી રહી નથી. તેડાગર આવે છે, આંગણવાડી ખોલે છે, પરંતુ બાળકોને આપવાનો ગરમ નાસ્તો બનાવીને આંગણવાડી બંધ કરી દે છે, અને નાસ્તો બાળકો ને ઘરે ઘરે જઈ આપી દેવાય છે. વબાળકો ને પોષણક્ષમ આહાર ની સાથે સંસ્કાર અને શિક્ષણ મળે તે હેતુથી ગામડાઓમાં આંગણવાડીઓનું નિર્માણ કરવામાં આવે છે, હાલોલ તાલુકાના ગામડાઓમાં સરકાર ખાનગી કંપનીના સહકારથી આવી આંગણવાડીઓના ભવનો ઉભા તો કરે છે, પરંતુ આ ભવનો જે હેતુ થી ઉભા કરવામાં આવ્યા છે તે હેતુ સિદ્ધ થાય છે કે કેમ ? તે જોવાની જેઓની જવાબદારી છે તે તાલુકાના વહીવટી તંત્રની આળસને કારણે બાળકોને જે લાભ મળવો જોઈએ તેવો લાભ મળતો નથી.!!