કાલોલ : અલવા ગામમાં પ્રોજેક્ટર જનસંવાદ કાર્યક્રમ યોજાયો...

અલવા ગામે યોજાયેલા આ જનસંવાદ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાઇઓ તથા બહેનોએ હાજરી આપી હતી. *આ જનસંવાદ કાર્યક્રમમાં પ્રોજેક્ટર ઉપર આમ આદમી પાર્ટીની સ્થાપના, કેજરીવાલનો જીવન પરીચય તથા દિલ્હીમાં કેજરીવાલ સરકારની કામગીરી દર્શાવતા વિડિયો બતાવવામાં આવ્યા હતા.* ગામમાંથી અગ્રણીઓ સુનિલભાઈ ભટ્ટ, રાવજીભાઈ મનુભાઈ, ડાહ્યાભાઈ, ઉદેસિંહ, અદાભાઇ સુકાભાઇ, કિશોરસિંહ સોલંકી, દશરથભાઇ ભીખાભાઈ, મિતેશભાઇ શનાભાઈ, ઘનશ્યામભાઈ પટેલ, નિલેશભાઈ ભયલાલભાઇ સહિતને લોકસભા પ્રમુખે પાર્ટીનો ટોપી અને ખેસ પહેરાવી સન્માન આપી જોડ્યા હતા. દિનેશ બારીઆએ જનસંવાદ કરતાં કહ્યું હતું કે, દેશ અને રાજ્યમાં કોંગ્રેસ અને ભાજપની સરકાર લાંબો સમય સુધી રહી છે પરંતુ લોકોપયોગી કાર્યો કરી શકી નથી. જનતાની પાયાની જરૂરિયાતો પાણી, વિજળી, શિક્ષણ, આરોગ્ય, રોડ રસ્તા, રોજગારી વિગેરેથી આજે પણ જનતા વંચિત છે. મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર જ આ સરકારોએ આપ્યો છે ત્યારે દેશમાં સામાન્ય જનતાના હિત માટે કામ કરતી સરકાર એક માત્ર દિલ્હી અને પંજાબ માં જોવા મળે છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની કેજરીવાલ સરકારે વિજળી, આરોગ્ય, શિક્ષણની સુવિધાઓ ફ્રી કરી છે. બાર લાખ લોકોને રોજગારી આપી છે. બહેનોને મફત મુસાફરી આપી છે. ડ્રાઇવિંગ લાઇસન્સ, જાતિ, આવક, આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ જેવા તમામ પ્રમાણપત્રો અને સેવાઓ ઘરે બેઠા કાઢી આપવાની સુવિધાઓ કરી છે આમ જનતાના હિતમાં આ સરકારે કામ કર્યું છે ત્યારે ગુજરાતમાં પણ આવી સુવિધાઓ ઉપલબ્ધ થાય એ જરૂરી છે તેથી ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા માટે સૌને સાથ, સહકાર, સમર્થન અને મત આપવા માટે દિનેશ બારીઆએ વિનંતી કરી હતી. સાથે સાથે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવીશું તો કેવા કામો કરવામાં આવશે તેની માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં પાર્ટીના બક્ષીપંચ સમિતિના જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાઠોડ, વિધાનસભા સંગઠનમંત્રી વિજય રાવલ, સહ સંગઠનમંત્રી કિશોરસિંહ ઠાકોર, સહ સંગઠનમંત્રી અનિલભાઈ સોલંકી, સહ સંગઠનમંત્રી અરવિંદભાઈ પટેલ, ભગવતી પંડ્યા, જિલ્લા સહમંત્રી અજયસિંહ ચૌહાણ તથા જિલ્લા સમિતિના ઉપ પ્રમુખ તુષાર સિંહ સોલંકી, જિલ્લા સંયુક્ત સચિવ ઈશ્વરસિંહ ચૌહાણ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.