ગુજરાત માં દારૂ બાંધી છે એ જગ ને ફકત બતાવવા માટે... પણ સહુને ખબર છે કે ગુજરાત માં સહુ થી વધારે દારૃનો વેપાર થાય છે, રેડ પાડવામાં આવે એ એક દેખાવો છે લોકોને બતાવા માટે કે પોલીસ તંત્ર કામ કરે છે પણ હકીકત તો એ છે કે જેના હફતા ટાઈમ ન મળતાં હોય કે મળતાં જ ના હોય ત્યાં રેડ કરવા માં આવે છે, ને જે બુટલેગર હફતા આપે છે એને કોઈ પકડતો નથી અને ખૂલે આમ દારૂ જાહેર માં વેચે છે..
ગુજરાત પોલીસ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને બાતમી હકિકત મળેલ કે, “નવસારી શહેરના કાગદીવાડ , નહેરૂનગરમાં રહીમ રજ્જાક શેખ તથા શાંતાબેન રાજુભાઇ હળપતિ નાઓ બંને મળી શાંતાબેનના મકાનમાં તથા પોતાના ભોગવટાના મકાનોમાં બિન અધિકૃત રીતે ભારતીય બનાવટનાં વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરી પોતાના મળતીયા માણસો દ્વારા ભારતીય બનાવટનાં વિદેશી દારૂનું વેચાણ કરી/કરાવે છે.” તે માહિતી આધારે તા. ૨૪/૦૮/૨૦૨૨ ના રોજ રેઈડ કરી, ભારતીય બનાવટનો વિદેશી દારૂ, કુલ કિં.રૂ.૭૬,૬૦૦/- તથા અન્ય મળી કુલ રૂપિયા ૯૦,૭૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી, પકડાયેલ ૦૩ આરોપીઓ તથા વોન્ટેડ ૦૧ આરોપી વિરુધ્ધ નવસારી પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરાવેલ છે
પણ બુલેગર સજા કાપી પોલીસ પોલીસ ના વહીવટ દારને હપ્તો આપી પાછો દારૃનો વેપલો ખૂલે આમ ચલાવે છે, પોલીસ જાણ હોવા છતાંય આ બધા ધાંધિયા બંધ નહિ થયા કેમ કે આ બધું બંધ થઈ જાય તો પોલીસ ની ઉપરની કરોડો ની કમાણી ( ઈનકમ) બંધ થઈ જાય, એનું મતલબ એ કે જનતા મરે તો મરે આપણું પેટ તો ભરે....
#StateMonitoringCell #GujaratPolice #SayNoToAlcohol #Call_14405 #SMC_Raid #tollfree #Navsari
#sms #sms01