રસોડાને લગતુ કોઇ પણ કામ સહેલું હોતુ નથી. જમવાનું બનાવવાનું લઇથી વાસણોમાં પડી ગયેલા જીદ્દી ડાઘ સાફ કરવા પણ એક સ્ત્રી માટે મુશ્કેલ હોય છે. એવામાં મહિલાઓ વાસણને સાફ કરવા માટે અલગ-અલગ રીતનો ઉપયોગ કરતી હોય છે. ઘણી મહિલાઓ વાસણોના ડાઘ કાઢવા માટે મોંઘા-મોંઘા ડિટર્જન્ટનો પણ ઉપયોગ કરતી હોય છે. આમ છતા વાસણ જોઇએ એ પ્રમાણમાં સાફ થતા હોતા નથી. પણ જો તમે આ સરળ રીતથી વાસણોને સાફ કરો છો તો જીદ્દી ડાઘ તરત જ સાફ થઇ જશે અને તમારું વાસણ પણ ચમકી ઉઠશે.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
તમે વાસણોના જીદ્દી ડાઘ સાફ કરવા માટે સફેદ સિરકાનો ઉપયોગ કરી શકો છો. સફેદ સિરકા એસિડિક હોવાને કારણે એ બળેલા વાસણો અને જીદ્દી ડાઘને સરળતાથી સાફ કરે છે. આ માટે તમે બળેલા વાસણમાં પાણી નાંખો અને પછી ઉપર સફેદ સિરાક નાંખો. ત્યારબાદ આ પાણીને ગેસ પર ગરમ કરો. આમ કરવાથી તમારું વાસણ ચમકી જશે.
સોડાનો ઉપયોગ તમે દરેક વસ્તુમાં કરી શકો છો. ખાવામાં વપરાતો સોડા રસોઇનો સ્વાદ તો વધારે છે પરંતુ સાથે-સાથે તમારા વાસણોને ચમકાવવાનું પણ કામ કરે છે. આ માટે તમે એક વાસણ લો અને એમાં સોડા નાંખો. ત્યારબાદ આ પાણીને ગેસ પર ગરમ થવા દો અને પછી ગેસ બંધ કરી દો. આમ આ પાણીને આખી રાત એ જ વાસણમાં રહેવા દો. આમ કરવાથી વાસણો પર ડાઘા જલદી નિકળી જશે.
તમારા રસોડમાં પડેલા એલ્યુમિનિયમના વાસણો બહુ ખરાબ થઇ ગયા છે તો આ ઉપાય સૌથી બેસ્ટ છે. બીજા બધા કરતા એલ્યુમિનિયમના વાસણો જલદી ખરાબ થઇ જાય છે. આ માટે તમે એક વાસણમાં મીઠું લો અને એમાં ડિટરજન્ટ પાવડર મિક્સ કરીને ધીમા ગેસે ગરમ કરી લો. પછી એમાં લીંબુનો રસ મિક્સ કરો અને પછી આનાથી વાસણ ઘસો. આમ કરીને ઘસવાથી એલ્યુમિનિયમનું વાસણ ચોખ્ખુ થઇ જશે.