ગુજરાત સહિત વિવિધ રાજ્યનાં વેપારીને ઠગતો હિસ્ટ્રીસીટર આરોપી ઝડપાયો

વેપારીઓને LC (લેટર ઓફ ક્રેડીટ) આપવાના બહાને લાખો રૂપિયા પડાવતો, અમદાવાદ સાયબર ક્રાઈમે હાથ ધરી તપાસ

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે દેશભરના અનેક રાજ્યમાં વેપારીને LC (લેટર ઓફ ક્રેડીટ) આપવાના બહાને ઠગાઈ કરતો દિલ્હીથી એક આરોપીને ઝડપી પાડ્યો છે. તપાસમાં આરોપી એક મોટો હિસ્ટ્રીસીટર હોવાનું પુરવાર થયું છે.

 સાયબર ક્રાઈમના સકંજામાં આવેલા આરોપી યશ અગ્રવાલ ઉર્ફે યોગેશ પોતે હોંગકોંગ સ્થિત બેંકમાં ઈન્ડિયાના એન્જટ તરીકે મોટા હોદ્દા પર ફરજ બજાવતો હોવાની ખોટી ઓળખ આપી વેપારીને વિશ્વાસ અને ભરોસો આપી ઠગાઈ કરતો હતો. સાયબર ક્રાઈમની ફરિયાદ અનુસાર ફરીશ્રીની કંપનીના માલિક પુરૂષોતમ રાજનાથને કોલ કરીને પોતાનું નામ યશ અગ્રવાલ જણાવ્યું હતું. યશે ફરીશ્રીની કંપનીને LC (LETTER OF CREDIT) અપાવવાની વાત કરીને 9 લાખ રૂપિયા માર્જિન મની તરીકે ભરાવ્યા હતા. ત્યાર બાદ ફરીશ્રીની કંપનીને કોઈપણ પ્રકારનું LC નહોતું આપ્યું અને 9 લાખ રૂપિયાનો ફ્રોડ કર્યો હતો. આવી રીતે આ આરોપી ભારતના કોલકત્તા, મંબુઈ, દિલ્હી, ગુજરાત તેમજ વિવિધ રાજ્યોમાં વેપારીને LC આપવાને બહાને ઠગાઈ કરતો હતો.

વધુ એક વેપારીને ઠગવાનો પ્રયાસ કરી રહેલ યશે જ્યારે કોઈ વેપારીને કોલ કર્યો ત્યારે તેના નંબરનું લોકેશન શ્રીરામ કોલેજ નજીક ક્રોમા સેન્ટર પાસે લાલા લજપરાય રોડ હોવાનું જાણવા મળ્યું હતું. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે આરોપીને મુદ્દામાલ સાથે દિલ્હી ઝડપી પાડ્યો છે. આ આરોપી પાસેથી સાયબર ક્રાઈમે Vivoનાં 2 મોબાઈલ ફોન, DELLનું લેપટોપ અને બેન્કના અનેક એકાઉન્ટ સાથે પાસબુક પણ કબ્જે કરી છે.