કેનેડાનો સૌથી મોટો અને વિશ્વનો  "સાંસ્કૃતિક ઉત્સવ કારાસૌગા" તારીખ - 27 અને 28 મેના રોજ યોજાયો હતો. જે સાંસ્કૃતિક ઉત્સવ કારાસૌગાના ફેસ્ટિવલ ઓફ કલ્ચર્સમાં ભારત સહિત ઘણા દેશોના નર્તકો, ગાયકો અને કલાકારોની એક જબરદસ્ત લાઇનઅપ દર્શાવવામાં આવી હતી, જે નર્તકો દ્વારા રજૂ કરવામાં આવી હતી.જે કેનેડા- મિસીસોગામાં યોજાઈ હતી..જેમાં સમગ્ર ગુજરાત ભારત અને વિશ્વમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્તિ કરી ચૂકેલા હાલોલ પંચમહાલના મોરલા એવા ભરત બારીયાની સુપુત્રી રવિતા બારીયા તેમજ તેઓની ગુજરાત-અમદાવાદની નૃત્યાવલી ટીમના કલાકાર જેમાં રવિતા બારીયા,યશ બારીયા,હિર બ્રહ્મભટ્ટ, માહી સુથાર દ્વારા   શિવ તાંડવ અને કૃષ્ણ વંદના રજૂ કરીને ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. અને અદભુત નૃત્ય કલા પ્રસ્તુત કરી મોટી સંખ્યામાં ઉપસ્થિત કેનેડિયનો તેમજ વિવિધ દેશોમાંથી આવેલા સાંસ્કૃતિક કલાકાર મહાનુભાવોને પોતાની કલાથી મંત્રમુગ્ધ કરી તાળીઓના ગડગડાટ વચ્ચે સૌ કોઈના  દિલ પોતાની નૃત્ય કલાના માધ્યમથી જીતી લીધા હતા અને પંચમહાલ હાલોલ સહિત ગુજરાત અમદાવાદનું નામ વિશ્વમાં ગુંજતું કર્યું હતું.