લોકપ્રિય ફિલ્મમેકર તથા ગીતકાર સાવનકુમાર ટાક છેલ્લા કેટલાંક સમયથી મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં એડમિટ હતાં. સ્થિતિ ગંભીર થતાં તેમને ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા હતાં. અહીંયા તેમણે આજે એટલે કે 25 ઓગસ્ટના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. તેમને હાર્ટ અટેક આવ્યો હતો. આ પહેલાં એક ઇન્ટરવ્યૂમાં ભત્રીજાએ કહ્યું હતું કે તેમની તબિયત ઘણી જ નાજુક છે.
86 વર્ષીય સાવન કુમારના ભત્રીજાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેમને થોડાં દિવસ પહેલાં એડમિટ કરવામાં આવ્યા હતા. તેમને ફેફસાંની બીમારી હતી, પરંતુ આ વખતે તે સીરિયસ હતાં. તેમનું હૃદય યોગ્ય રીતે કામ કરતું નહોતું.
સલમાન ખાને શ્રદ્ધાંજલિ પાઠવી
સંજીવ કુમાર તથા મહમૂદ જુનિયર ફિલ્મમેકર સાવનકુમારને કારણે જ સ્ટાર બની શક્યા હતાં. સાવન કુમારે 1967માં પ્રોડ્યૂસર તરીકે ફિલ્મ 'નૌનિહાલ'થી કરી હતી. આ ફિલ્મમાં સંજીવ કપૂર લીડ રોલમાં હતા. પહેલી ફિલ્મ માટે તેમને નેશનલ અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.