મહારાષ્ટ્ર ના બીજેપી નેતા નિતેશ રાણે એ હિન્દુ યુવતીઓને ધર્માંતરણ કરવા માટે મુસ્લિમ યુવકોને આર્થિક મદદ મળી રહી હોવાનો દાવો કરતા સનસની મચી છે.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

હિન્દુ છોકરીઓનું ધર્મ પરિવર્તન કરવામાં સફળ થનાર મુસ્લિમ યુવકને બાઇકની ગિફ્ટ આપવા સાથે નાણાકીય મદદ આપવામાં આવી રહી હોવાનું તેઓએ જણાવ્યું છે.
યુવતીઓ માટે રેટ કાર્ડ રાખવામાં આવ્યું છે,જેમાં શીખ યુવતીને ધર્મ પરિવર્તન માટે 7 લાખ, પંજાબી હિંદુ યુવતીને 6 લાખ, ગુજરાતી બ્રાહ્મણ યુવતીને 6 લાખ, જ્યારે અન્ય રાજ્યની બ્રાહ્મણ યુવતીને 5 લાખ નો ભાવ બોલાઈ રહ્યો છે અને તેઓનું ધર્મ પરિવર્તનના કરી છોકરીઓનું જીવન બરબાદ કરવામાં આવી રહ્યું છે.
આ સમયે નિતેશ રાણેએ એવી પણ માંગ કરી કે, જે અધિકારી સાથે આરોપીના સંબંધ છે તેને બરતરફ કરવામાં આવે.
મહારાષ્ટ્રમાં આવી ઘટનાઓ વધી રહી છે. રાણેએ કહ્યું કે, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, ગુજરાતની જેમ મહારાષ્ટ્રમાં પણ ધર્માંતરણ વિરોધી કાયદો લાગુ કરવો જોઈએ.

નિતેશ રાણેના પ્રશ્નના જવાબમાં ફડણવીસે કહ્યું, આ મુદ્દો ખૂબ જ ગંભીર છે.
તાજેતરમાં બનેલા આવા બનાવમાં આરોપી ઈમરાન યુસુફ કુરેશીએ પીડિતા સગીર હોવા છતાં ત્રણ વર્ષ સુધી બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે વારંવાર ફરિયાદ કરવા છતાં પોલીસ અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહિ આવતા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. તેને સખત સજા કરવામાં આવશે.
આરોપીએ છોકરીને પ્રેમની માયાજાળમાં ફસાવી હોય ફોજદારી કાર્યવાહી કરવામાંઆવશે.
મહારાષ્ટ્રના અહમદનગરના શ્રીરામપુરમાં ધર્મ પરિવર્તનના નામે એક સગીર યુવતી સાથે છેતરપિંડી કરવામાં આવી છે, જ્યારે એક યુવતી સાથે અન્યાય અને ત્રાસ ગુજારવામાં આવ્યો હોવાના મામલા સામે આવતા તપાસ શરૂ થઈ છે.