દાહોદ:-રાષ્ટ્રીય ખેલ દિવસ નિમિત્તે નેહરૂ યુવા મંડળ સંચાલિત યુવા મંડળોએ ફીટ ઇન્ડિયા મુવમેન્ટના ભાગરૂપે વિવિધ રમતોનું આયોજન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો હતો. 

વિશ્વ પ્રખ્યાત હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતીને રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે ગત તા. ૨૯ ઓગસ્ટના રોજ યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, ભારત સરકાર હસ્તક નેહરુ યુવા કેન્દ્રે મહાદેવભાઈ દેસાઈ વિદ્યાલય ઝાલોદ ખાતે વિવિધ રમતો યોજવામાં આવી હતી.

કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં ફિટનેસ તેમજ ખેલોનો મહત્વ અને રસ વધારવાનો હતો. યુવાનો અને જનમાનસને ફિટનેસ અને રમતથી જોડવા માટે આ વિષે ગ્રામ્ય કક્ષાએ યુવા મંડળોનાં માધ્યમથી દૌડ, લાંબી કૂદ, ખો-ખો, કબડ્ડી, રસ્સા ખેંચ, ફૂટબોલ યોગાસન તેમજ ભારતીય રમતો પણ રમાડવામાં આવી હતી. આઝાદીના અમૃત મહોત્સવનાં ભાગ રૂપે તમામ ટીમોનાં નામ સ્વતંત્રતા સંગ્રામ સેનાનીઓ ઉપર રાખવામાં આવ્યા હતા.