પોલીસ સૂત્ર પાસેથી પ્રાપ્ત વિગત મુજબ સુરત ગ્રામ્ય LCB ની ટીમને મહુવા તાલુકાના શેખપુરથી દાતરડી જતા રોડ પર ખેતરાડી વિસ્તારમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો સગેવગે થઈ રહ્યો હોવાની બાતમી મળી હતી કે બાતમી આધારે જિલ્લા એલ.સી.બી.ના એ. એસ.આઈ.અરવિંદભાઈ પટેલ, ભમરસિંહ ચૌહાણ સહિતનો સ્ટાફ બાતમી વાળા સ્થળે પહોંચતા પોલીસને જોઈ શેખપુરનો મહેન્દ્ર કાંતુભાઈ પટેલ અને અવી મહેશભાઈ પટેલ સહિત બે કાર ચાલકો ફરાર થઈ ગયા હતા પોલીસને ઘટના સ્થળેથી મળેલ મારૂતિ રીતઝ કાર( Gj-19-M-7496) અને મારૂતિ ઓમની વાન (Gj-05-AG-0136)કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ બોટલ નંગ-1680કિંમત રૂ 98,400 અને બે કાર કિંમત રૂ.10,000મળી કુલ્લે 5,33,400રૂપિયાનો મુદામાલ ઝડપી ફરાર મહેન્દ્ર પટેલ અને અવી પટેલ તેમજ બે.કાર ચાલકને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.