રાજધાની દિલ્હીમાં રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની આજે 11 વાગ્યે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને મહત્વની બેઠક મળશે. આ બેઠક પહેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટી AAPના કેટલાક ધારાસભ્યોનો સંપર્ક કરવામાં અસમર્થ છે.
તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ 4 ધારાસભ્યોએ ભાજપ પર 20 કરોડમાં ખરીદવા અને ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો. આવી સ્થિતિમાં આમ આદમી પાર્ટીને ડર છે કે બીજેપી તેમના ધારાસભ્યોને તોડી ન દે. આથી ગત સાંજે આમ આદમી પાર્ટીની પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં તમામ ધારાસભ્યોને બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં આમ આદમી પાર્ટીના કેટલા ધારાસભ્યો પહોંચે છે તેના પર નજર રાખવામાં આવશે.