સિહોર પંથકના ગામોમાં લમ્પી વાયરસના ભરડામાં પશુધન આરોગ્ય તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં : પશુપાલકોમાં રોષ તાલુકાના 12થી વધુ ગામોમાં લમ્પી વાયસરથી અસંખ્ય પશુઓના મોત નિપજતા ફફડાટ પ્રવર્તમાન સમયમાં લમ્પીએ હાહાકાર મચાવી દીધો બછે અને આ ભલમ્પી નાનામાં ગામડા સુધી પહોંચી ગયો છે. અને ગ્રામ્ય લેવલે પણ ગાયોના મોત નિપજવા લાગ્યા છે અને ફેલાતા લમ્પી વાઇરસને કારણે પશુપાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. સિહોર તાલુકાના વરલ, ટાણા, નેસડા, વાવડી, ઝરિયા, ચોરવડલા, પાંચ તલાવડા, થોરાળી, થાળા, બેકડી, સરકડિયા, સણોસરા સહિતના અનેક ગામોમાં લમ્પીના ભરડામાં ફસાઇ ગયા છે. સિહોર તાલુકામાં અત્યાર સુધીમાં લમ્પી વાઇરસને કારણે 250થી 300 પશુઓના મોત નિપજ્યા હોવાના સ્થાનિક સુત્રો પાસેથી અહેવાલ પ્રાપ્ત થયા છે જ્યારે વરલ અને થોરાળી ગામમાં લમ્પીએ ગાયોને વધારે ભરડામાં લીધી હોવાનું જાણવા મળેલ છે. સિહોર તાલુકાના મોટા ભાગના ગામોમાં લમ્પીના કારણે પશુઓના મોત તો નિપજ્યા છે તો સાથોસાથ લમ્પીગ્રસ્ત ગાયો પણ જોવા મળી રહી છે. પશુ દવાખાનામાં સમયસર સારવારનો અભાવ સિહોર તાલુકાના સણોસરા અને અમરગઢ ગામે જો કોઇ ગાયનું લમ્પીને કારણે મોત નીપજે તો તેને ગ્રામ પંચાયતના ટ્રેકટર દ્વારા ગામના સીમાડે લઇ જઇ તેને ખાડો કરી દાટી દેવામાં આવે છે.સણોસરા ગામે પશુ દવાખાનુ છે પણ દવાખાનુ હાલમાં બંધ હાલતમાં છે આથી સણોસરાનું બંધ પડેલું પશુ દવાખાનુ શરૂ કરવામાં આવે જરૂરી છે.ઉપરાંત સણોસરા પંથકમાં 1962ની સેવા પણ શરૂ નથી.1962ની સેવા પણ શરૂ થાય તેવી લોકમાંગ ઊઠવા પામી છે.