દેશના પ્રથમ એવિએશન પાર્ક માટે રાજકોટની પસંદગી થઇ છે. આ અગાઉ પહેલા આ પાર્ક અમદાવાદથી દૂર બગોદરા પાસે બનાવવામા અવાનો હતો જો કે હવે આ પાર્ક રાજકોટના હિરાસર એરપોર્ટ પાસે નિર્માણ પામશે. ગુજરાત સરકારના આ મહત્વકાંક્ષી પ્રોજેટ છ વર્ષ બાદ જમીન નક્કી કરી છે. આ મુજબનો પાર્ક દેશમાં પ્રથમ પાર્ક હશે. આ પહેલા આ પ્રોજેક્ટની 2016માં વિચારણા થઇ હતી.
રાજકોટમાં નિર્માણ પામનાર આ પાર્ક 250 કરોડના ખર્ચે અને 100 હેક્ટર જમીન પર તૈયાર કરવામાં આવશે. આ પાર્કમાં એરસ્ટ્રીપ, ટ્રેનિંગ સ્કૂલ, હેલિપેડ અને R&Dની સુવિધાઓ સાથે સાથે ટુરિસ્ટ સ્પોટ પણ બનાવવામાં આવશે. નાગરિક ઉડયન સચિવ હરીત શુક્લએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટનું કામ ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રસ્ટ્રક્ચર કંપની લિમિટેડ સાંભળી રહી છે. કંપનીના સીઈઓ કેપ્ટન અજય ચૌહાણે જણાવ્યું હતું કે આ પાર્કનો ઉદેશ વિદ્યાર્થીઓ, નેતાઓ અને લોકોમાં એવિએશન ક્ષેત્રે વિષે જાગૃતિ ફેલાવવાનો છે.
આ પાર્કમાં એક થિયેટર અને ઇન્ફોટેક એરિયા, એર શૉ યોજવા માટેની જગ્યા અને એવિએશન સબંધી એડવેન્ચર સ્પોટ માટેની જગ્યા પણ હશે. રાજકોટના ચોટીલા તાલુકાના હિરાસર ગામમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસે જ આ પાર્ક બનાવામાં આવશે. આ પાર્કના પ્રોજેક્ટ માટે એક કન્સલ્ટન્ટની નિમણુંક કરી દેવાઈ છે. નોંધીનીય છે કે રાજકોટના ઇન્ટરનૅશનલ એરપોર્ટ, નવું રેસકોર્ષ, એઇમ્સ, રામવન પછી આ એવિએશન પાર્ક લોકોમાં આર્કષણનું કેન્દ્ર બનશે.