ગાંગરડી થી દાહોદ જતી એસટી બસને ગરબાડા તાલુકાના સાહડા ગામે અજાણ્યા ઈસમો દ્વારા પથ્થર મારો કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર સાહડા ગામે ગાંગરાડી થી દાહોદ જતી લોકલ એસટી બસ પર બાઈક પર સવાર થઈ આવેલ ત્રણ અજાણ્યા ઈસમો દ્વારા બસ પર પથ્થર મારો કરવામાં આવ્યો હતો.બસ પર પથ્થર પર કરવામાં આવેલ પથ્થર મારાથી બસની પાછળ ના કાચને નુકશાન થયું હતું.બસ પર પથ્થર મારો કરી બાઈક પર સવાર થઈ આવેલ ત્રણ અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ ગરબાડા પોલીસને કરાતાં પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.